દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગતની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે ત્યારે દાહોદ શહેરમાં ખુલ્લી ગટરોને મુક્ત કરવાના અભિયાનમાં ટુંક સમયમાં દાહોદ શહેરમાં ગુજરાત સરકારની એક સર્વે ટીમ આવનાર છે જેમાં સર્વે ટીમ દ્વારા શેરી, મહોલ્લા, સોસાયટી વિગેરે જેવા રહેણાંક વિસ્તારો સહીત શહેરના તમામ વિસ્તારોમાં જઈ સર્વે હાથ ધરનાર છે જેમાં દાહોદ નગરજનો દ્વારા આ સર્વે ટીમને સાથ અને સહકાર આપે તેવી તેવી અપીલ સાથે દાહોદ નગરપાલિકાના સાશક પક્ષના નેતા રાજેશભાઈ સહેતાઈ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી

રિપોર્ટ -રાજ કાપડિયા---દાહોદ__9879106469

દાહોદ નગરપાલિકાના સાશક પક્ષના નેતા રાજેશભાઈ સહેતાઈ પાસેથી જાણવા મળ્યાં અનુસાર, દાહોદ શહેરમાં ખુલ્લી ગટરોને મુક્ત કરવાના અભિયાનમાં ભુગર્ભ ગટરની લાઈન અને ભુગર્ભના કનેક્શન ૧૦૦ ટકા કરવા આવશ્યક છે. આ કનેક્શન હાલ દાહોદ નગરમાં ૬૫ ટકા જેવા થઈ ગયાં છે. ઓપન ગટરો પણ ઘણા બધા વિસ્તારોમાં બંધ કરી દેવામાં આવી છે. અમુક વિસ્તારો એમાં બાકી છે. ૩૫ કે ૩૦ ટકા જે રહી ગયાં છે એ ૩૫ ટકા વિસ્તારમાં ભુગર્ભ ગટરના કનેક્શન આપવાની કામગીરી ગુજરાત સરકારની એક સર્વે ટીમ આવી રહી છે અને અને એમને બે ફોર્મ આપ્યાં છે. આ બે ફોર્મ બાંહેધરી ફોર્મ અને ડોક્યુમેન્ટના ફોર્મ છે તો નગરજનોને વિનંતી કરવામાં આવી છે કે આ સર્વેની ટીમ આવે તેમને સહકાર આપવો, જે ફોર્મ ભરજાે અને ડોક્યુમેન્ટ માંગે તે આપજાે જેથી આવનાર બે મહિનામાં ભુગર્ભ ગટરના કનેક્શનની કામગીરી પુર્ણ થઈ શકે અને નવા રોડ બનાવવાની કામગીરી શરૂં થઈ શકે. ખુલ્લી ગટર મુક્ત કરવાના આ કામમાં નગરજનો સાથ અને સહકાર આપ્યો જ છે બાકીનું જે રહી ગયું છે તે માટે નગરજનો સાથ અને સહકાર આપે તેવી વિનંતી કરવામાં આવી હતી.