ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનની મુલાકાત સાથે પાલિકાના કર્મચારીઓ સાથે બેઠક યોજી...

ડીસા નવા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી એક્શનમાં જોવા મળી રહ્યાં છે ડીસા વિધાનસભા ચૂંટણીમાં લોકોએ ખોબે ખોબે વોટ આપી વિકાસશીલ પુરૂષ પ્રવીણભાઈ માળીને વિજેતા બનાવ્યા છે ત્યારે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ગાયત્રી મંદીર સામે ઓવરબ્રિજ નીચે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કર્યા બાદ આજે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સાથે વેર હાઉસના પુર્વ ચેરમેન મગનલાલ માળી અને ભાજપ પુર્વ જિલ્લા મહામંત્રી અમરતભાઈ દવે સાથે હોદેદારો કાર્યકર્તાઓ દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનની મુલાકાત લીધી હતી અને વષોથી બંઘ પડેલ નાનાજી દેશમુખ ગાર્ડનનું રીનોવેશન કામગીરીને લઇને પાલિકાના ચીફ ઓફિસર પાચાભાઈ માળી સહિત વિવિધ એજન્સીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને શહેરજનો માટે ટુંક સમયમાં નાનાજી દેશમુખ ગાર્ડન ખુલ્લો મુકવામાં આવે તેવી શહેરીજનોને ખાત્રી આપવામાં આવી હતી સાથે સાથે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા પાલિકાના હોલ ખાતે પાલિકાના કર્મચારીઓ સાથે શહેરના વિવિધ પ્રશ્નોને બેઠક યોજી હતી જેમાં નગરપાલિકામાં કામકાજ અર્થે આવતા અરજદારો માટે ડીજીટલ વ્યવસ્થા ઉભી કરવા માટે અને સંતોષકારક જવાબ મલી તેવી કામગીરી કરવા માટે માર્ગદર્શન સાથે સુચનાઓ આપવામાં આવી હતી ડીસા શહેરમાં દરેક નાગરીકો નું શહેર છે અને શહેરીજનો તેમના વિસ્તારમાં કોઈપણ જાતની તકલીફો ન પડે તેણી તકેદારી રાખવા માટે ઉપસ્થિત કર્મચારીઓને ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સાથે ચીફ ઓફિસર પાંચાભાઈ માળી દ્વારા જરૂર સુચનાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..

Tv 108 24x7 live news 

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા