અમરેલીના મોણપુર ગામે રહેતી એક પરિણીતાએ તેના નાના ભાઈની મજૂરીના પૈસા માંગ્યા હતા . જેને લઈ તેને ગાળો આપી ઢીકાપાટુનો મૂઢમારી મારી અહીં આવીશ તો ટાંટિયા ભાંગી નાંખીશ તેવી ધમકી આપી હતી . આ અંગે મંજીબેન છનાભાઈ સોંદરવા ( ઉ.વ .૫૮ ) એ મહેશભાઈ નાનજીભાઈ એ મહેશભાઈ નાનજીભાઈ ખુમાણ સામે ફરિયાદ નોંધાવી હતી . જે મુજબ , મંજીબેને તેમના નાના ભાઈની મજૂરીકામના પૈસા માંગતા મહેશભાઈ તેમને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો તેમજ તું અહીં આવીશ તો ટાંટીયા ભાંગી નાંખીશ તેવી ધમકી આપી હતી .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.