સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે મળેલી બાંધકામ સમિતિની બેઠકમાં 92 કરોડના કામો ને મંજૂરી અપાય.

વિધાનસભા ચૂંટણીનું માળખું 20મી પછી ગમે ત્યારે જાહેર થઇ શકે છે, ત્યારે વિકાસ કામો પર આચાર સંહિતાનું ગ્રહણ લાગે તે પહેલાં પાલિકાની જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં 92 કરોડના 131 કામોના અંદાજ મંજૂર કરાયાં હતાં, જેમાં સૌથી વધુ 40 કરોડ 75 રોડ બનાવવા ખર્ચાશે. ડિંડોલીમાં અધતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સુમન સ્કૂલ અને કમ્યુનિટી હોલ સહિતના પ્રોજેક્ટોના અંદાજને પણ મંજૂરી અપાઈ હતી. કમિશનરે પણ મિટિંગ દરમિયાન 30 મિનિટ સુધી વિવિધ ફાઇલો પર સહી કરી 27 સૂચિત વિકાસ કામોને સમિતિની મંજૂરી માટે રજૂ કર્યાં હતાં.