દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ તરીકે હવે એલોન મસ્ક નહીં પરંતુ લીડિંગ લગ્ઝરી ગુડ્સની કંપની LVMHનાં ચેરમેન અને CEO છે.એલોન મસ્કને પાછળ મુક્યુ આ વ્યક્તિએ
ફ્રાન્સનાં બર્નાર્ડ અરનોલ્ટ બન્યા દુનિયાનાં સૌથી ધનીક વ્યક્તિ
LVMH લક્ઝરી બ્રાન્ડનાં છે માલિક
દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ તરીકે હવે ટ્વીટર-ટેસ્લાનાં માલિક એલોન મસ્ક નથી પરંતુ લીડિંગ લગ્ઝરી ગુડ્સની કંપની LVMHનાં ચેરમેન અને CEO બર્નાર્ડ અરનોલ્ટ છે. ફ્રાન્સનાં બર્નાર્ડ અરનોલ્ટની કંપની LVMHનાં કારણે આજે તેઓ દુનિયાનાં સૌથી મોટા ધનીક વ્યક્તી છે.,,કોણ છે બર્નાર્ડ અરનોલ્ટ?
તેમનો જન્મ 1949માં ફ્રાન્સનાં રૂબામાં એક ઇન્ડસ્ટ્રિયલ પરિવારમાં થયો હતો. પેરિસનાં ઇકોલ પોલિટેકનિકથી ઇન્જિન્યરિંગનું ભણતર અને બાદમાં પરિવારની સાથે જ Ferret savinel કંસ્ટ્રક્શન કંપનીમાં તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.,,1981માં અમેરિકા થયા શિફ્ટ
કેટલાક વર્ષો સુધી તેમણે આ કંપની સાથે કામ કર્યા બાદ તે પોતાના પરિવારની સાથે 1981માં અમેરિકા શિફ્ટ થઇ ગયાં હતાં. પછીથી તેમણે ફ્રેન્ચ લગ્ઝરી ડિઝાનઇર ક્રિસ્ટિયન ડિયોરને નાદાર ઘોષિત કર્યા બાદ ફ્રેન્ચ ટેક્સટાઇલ ગ્રુપ બુસૈક સેન્ટ ફ્રેરેસને ખરીદ્યુ હતું. તેની સાથે જ અરનોસલ્ટે લગ્ઝરી ગુડ્ઝની દુનિયામાં પોતાની શરૂઆત કરી.LVMHમાં ભાગેદારી
સેન્ટ ફ્રેરેસને કેટલાક વર્ષો ચલાવ્યા બાદ બર્નાર્ડે પોતાના વધુ પડતાં બિઝનેસને વેંચી દીધાં અને તે સમય પર લુઇ વિટોન અને મોએટ હેનેસીનાં વિલયથી બનેલ નવી કંપની LVMHનાં સૌથી મોટા શેરહોલ્ડર બની ગયાં અને 1989થી તે આ કંપનીનાં ચેરમેન અને સીઇઓ છે.,લગ્ઝરી બ્રાન્ડનાં રૂપમાં ઊભરી LVMH
LVMHને એક લગ્ઝરી બ્રાન્ડ બનાવવામાં બર્નાર્ડ અરનોલ્ટનો ખુબ મોટો સહયોગ રહ્યો છે. આજનાં સમયમાં LVMH વેબસાઇટમાં શેપેન, દારૂ, સ્પિરિટ્સ, ફેશન, ચામડાનો સામાન, ઘડિયાળ, આભૂષણ, હોટલ , બ્યૂટી કોસ્મેટિક જેવી બ્રાન્ડ છે જેના દુનિયામાં 5000થી વધુ સ્ટોર છે.,,188.6 બિલિયન ડોલરનો નેટ વર્થ
બર્નાર્ડ અરનોલ્ટની પાસે આશરે 188.6 બિલિયન ડોલરની નેટવર્થ છે જ્યારે મસ્ક પાસે 178.6 બિલિયન ડોલરનું નેટવર્થ છે. આ રીતે બંનેની સંપત્તીમાં આશરે 5.2 અરબ ડોલરનો ફરક છે. તો ત્રીજા સ્થાન પર ભારતનાં બિઝનેસ મેન ગૌતમ અદાણી છે. એશિયાનાં સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી પાસે આશરે 34.6 અરબ ડોલરની નેટ વર્થ છે...