વિધાનસભા ની ચૂંટણી બાદ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કપાસ પકાવતા ખેડૂતો ની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
ચૂંટણી પહેલા સારા ભાવ મળતા હતા પરંતુ અચાનક જિનિંગ મિલના સંચાલકોએ અને વેપારી ઓ એ ઓછા ભાવે કપાસની ખરીદી શરૂ કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લામાં કપાસનું મોટાપાયા પર વાવેતર થયું હતું.તેમજ સીઝનની શરૂઆતમાં કપાસના સારા ભાવ મળતા હતા. ચૂંટણી પહેલા મણદીઠ ૧૯૫૦ મળતા હતા પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ કપાસના ભાવ ૧૧૫૧ થી ૧૭૪૦ સુધી પહોંચી ગયા છે.કપાસ ના ભાવ મા સતત ઘટાડા ના કારણે માર્કેટ યાર્ડ મા કપાસ ની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે
રિપોર્ટર. ભાવિકભાઈ કળસરીયા ખાંભા