કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019 થી ભારત વર્ષના તમામ ખેડૂતોને વાર્ષિક 6000(દર ચાર મહિને ૨૦૦/રૂ.)ની આર્થિક સહાય પી.એમ.કિસાન સન્માનનીધી યોજના દ્વારા આપવામાં આવે છે. આ માટે 01/02/2019 ની સ્થિતિએ જે ખેડૂત ખાતેદાર હોય તેને આ યોજના માટે લાયક ઠેરવવામાં આવેલ છે.

            હાલમાં ખેડૂતોને અપાતી આ રકમ સમયસર મળે છે અને જેતે ખેડૂતને જ મળે તે ખરાઈ કરવાના હેતુ થી અને આ ચુકવણીની તમામ પદ્ધતિઓ આધાર આધારિત થાય તેવા હેતુ થી ભારત સરકાર દ્વારા આ યોજનાનો લાભ લેતા તમામ લાભાર્થીઓનું ફરજિયાત આધાર ઇ.કે.વાય.સી, આધાર સિડિંગ(આધાર કાર્ડમાં મોબાઈલ નંબર નાખવો) અને લેન્ડ સિડિંગ(જો ખેતર ખાતા નંબર કે સર્વે નંબર માં ફેરફાર થયો હોય) કરાવવું ફરજિયાત છે. આ કામગીરીને પૂર્ણ કરવાની આખરી તારીખ કેન્દ્રસરકાર દ્વારા તા:31/12/2022 નક્કી કરેલ છે.તા:31/12/2022 સુધી માં જે ખેડૂતોનું ઇ. કે.વાય.સી પૂર્ણ થયેલ ન હોય તેવા ખેડૂતોને યોજના હેઠળ નો હવે પછીના હપ્તા જમાં કરવામાં આવશે નહી. એથી જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટ આધાર સાથે સિડિંગ કરવામાં આવેલ ન હોય તે તમામ લાભાર્થીઓ નું આધાર સાથે સિડિંગ થાય અને જે ખેડૂતો ને ખેડૂત ખાતા નંબરમાં ફેરફાર થયેલ હોય તે માટે પી.એમ કિસાન સન્માંનનિધી યોજનાના લાભાર્થીઓને પોતાનું એક્ટિવ બેંક ખાતા સાથે જે તે બેંક માં રૂબરૂ જઈ આધાર સિડિંગ કરાવવું તેમજ સી.એસ.સી/વી.સી.ઇ સેન્ટર માં જઈ લેન્ડસિડિંગ અને ઇ.કે.વાય.સી કરાવવું ફરજિયાત છે. અન્યથા સમય મર્યાદામાં ઉપર મુજબની તમામ પ્રક્રિયા કરવામાં નહી આવે તો તેવા લાભાર્થીઓને આગામી હપ્તો મળવા પાત્ર થશે નહી.

વધુ વિગતો માટે જે તે ગામના ગ્રામસેવક/વી.સી.ઇ/સી.એસ.સી સેન્ટરના પ્રતિનિધિને સંપર્ક કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.