ડીસાના ચાર માળી સમાજના યુવાનો દ્વારા સાયકલ પર ડીસાથી દ્વારકાનો પ્રસ્થાન
ડીસાના ચાર માળી યુવાનો ડીસા ના ધારાસભ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારશ્રી પ્રવીણભાઈ માળીનો ભવ્ય વિજય થાય તે માટે ડીસાથી દ્વારકા સાયકલ દ્વારા ચાર યુવાનોએ બાધા રાખી હતી અને તેમની બાધા પૂરી કરવા શ્રી પ્રવીણભાઈ માળીનો ભવ્ય વિજય થતાની સાથે આજે તારીખ ૧૬/૧૨/૨૦૨૨ ને શુક્રવારે સવારે ચાર વાગે ડીસાના બાબા રામદેવપીરના મંદિરેથી પ્રસ્થાન કર્યું જેમાં વિક્રમભાઈ ટાંક, નિલેશ ટાંક, પરેશ સોલંકી જગદીશ ટાંક, સાયકલ પર પ્રસ્થાન કરેલ આ ચારેય યુવાનો પોતાના માનીતા ઉમેદવાર વિજેતા થતા તેમની માનતા પૂરી કરવાનો સંકલ્પ કર્યો હતો આ ચારેય યુવાનો ચાર દિવસે ૫૧૦ કિલોમીટરનો પ્રવાસ કરીને દ્વારકા પહોંચી તેમની માનતા પૂરી કરશે.