અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ

પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના

પોલીસ ઈન્સપેકટરશ્રી એ.ડી.પરમારની, ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ તથા પો.કો.

કુલદિપસિંહ બળદેવસિંહ તથા પો.કો. નાગરાજભાઇ અમકુભાઇ દ્વારા ઇંગ્લીશ દારૂની હેરાફેરી

કરતાં આરોપી સોમાજી ઉર્ફે રાજુ ઉર્ફે ટમુ સ/ઓ વાલાજી દલાજી ઠાકોર, ઉ.વ.૪૭, રહે. ચંદન

સોસાયટી પાસે, ઠાકોરવાસ, જશોદાનગર, અમદાવાદ શહેરને હિરાવાડી ત્રણ રસ્તા ખાતેથી

ઝડપી લીધેલ છે.

આરોપી પાસેથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૬૨૦ તથા

બિયર ટીન નંગ-૨૬૪ તથા મો.ફોન નંગ-૦૧ તથા આઇશર ગાડી -૧ મળી કુલ્લે કિ.રૂ.

૧૦,૬૨,૦૮૦/- નો મુદ્દામાલ મળી આવતાં, આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન

ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧ ૨૨૦૧૬૩/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ- ૬૫(એ) તથા (ઇ), ૮૧,

૧૧૬(બી), ૯૮(૨) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

આરોપી દારૂનો જથ્થો તેને હુસેન ઉર્ફે બાટલો ઇસ્માઇલભાઇ વોરાને શામળાજી

બોર્ડર ખાતેથી ભરી આપી ઠક્કરનગર આવી તેના જણાવ્યા મુજબ આપવાનું જણાવેલ હોય, જે

અંગેની તપાસ ચાલુમાં છે.

આરોપીનો ગુનાહીત ઇતીહાસ:

આરોપી અગાઉ અમરાઇવાડી પો.સ્ટે. મારામારીના એક ગુનામાં પકડાયેલ છે.

#sms #sms01

#social_media_sandesh

@social_media_sandesh