ડીસા માં રવી સીઝનમાં વારંવાર હવામાન પલટાતા ખેતી પાકોને ખૂબ જ નુકસાન થયું હતું..
ત્યારે ઉનાળું સિઝન શરૂ થતા ફરીથી વાતાવરણ વાદળછાયું બનતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ જવા પામ્યા છે..
છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે જો માવઠું થશે તો ઉનાળુ બાજરી, શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની વકી છે..
વાતાવરણ વાદળછાયું રહેતા કમોસમી વરસાદ ન થાય તેવી ખેડૂતો ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે..
આ વર્ષે રવિ સિઝનમાં ત્રણથી ચાર વખત વરસાદ, કરા પડવા તેમજ વારંવાર વાતાવરણ પલટાના કારણે મોટાભાગના ખેડૂતોની રવિ સિઝન ફેલ ગઈ હતી અને ખેડૂતોને ઉનાળુ સીઝનની આશા હતી..
પરંતુ ઉનાળાની સિઝન શરૂ થતાં બનાસકાંઠા જિલ્લા માં છેલ્લા બે દિવસથી હવામાનમાં અચાનક પલટો આવતા વાતાવરણ વાદળછાયુ બની જવા પામ્યું છે..
વારંવાર હવામાન પલટાતા પાકોમાં જીવાત, ઇયળ સહિતના કીટનાશકોનો ઉપદ્રવ વધી જાય છે..
ત્યારે હવે જો વાદળ છાયા વાતાવરણના કારણે વરસાદ પડશે તો સમગ્ર જિલ્લામાં બાજરીના પાકને મોટું નુકસાન થશે. જ્યારે ઉનાળું મગફળી, ટેટી, તરબૂચ સહિતના શાકભાજીના પાકોને નુકસાન થવાની સંભાવના હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે..
ખેડૂતોનું માનવું છે કે ઉનાળુ સીઝન શરૂ થયું હોવા છતાં હજુ ઉનાળો બરાબર જામ્યો નથી. ત્યાં વાદળછાયા વાતાવરણના કારણે સવારે ઠંડી પડે છે, જે પાકને નુકસાન કરે છે..
જ્યારે છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળછાયું હોઇ જો કમોસમી વરસાદ થાય તો ખેતીપાકોને ખૂબ જ મોટુ નુકસાન થાય તેવી સંભાવના છે..