રાજપીપળા સિવિલ નાં એ.અર. ટી.સેન્ટર ખાતે ૫૦ જેવા એચઆઇવી ગ્રસ્તોને બ્લેન્કેટ વિતરણ કરાયા

રાજપીપળા : જનરલ હોસ્પિટલ રાજપીપળાના ART સેન્ટર ખાતે સાંઈ ગૃપ બિરમીનઘમ, યુ. કે. તથા સાંઈ નવગ્રહ ગાયત્રી શકતિપીઠ ધામ રાજપીળાના સંચાલક સાવિત્રીબેન પટેલ દ્વારા ૫૦ જેટલા HIV ગ્રસ્ત ભાઈ બહેનોને શિયાળાની ઋતુમાં ધાબળા(બ્લેન્કેટ)નું વિતરણ કરવામાં આવેલ. તેમજ અન્નપૂર્ણા ફાઉન્ડેશન, રાજપીપળા તરફથી હાજર તમામ લોકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવેલ હતી

આ કાર્યક્રમમાં જિલ્લા ટીબી અધિકારી ડૉ.ઝંખનાબેન વસાવા, ART મેડિકલ ઓફિસર ડૉ. પ્રેરક આનંદ, ART કાઉન્સિલર જીગ્નેશભાઈ, લેબ ટેકનીશિયન ખુબીબેન, ફાર્માસિસ્ટ નીલમબેન, ICTC કાઉન્સિલર સંદીપભાઈ હાજર રહ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમનું નર્મદા જિલ્લાના વિહાન પ્રોજેક્ટના હેલ્થ પ્રમોટર ગીતાબેન પટેલ, જયંતિ ભાઈ વસાવા તથા નર્મદા જિલ્લા સ્વેતના પ્રોજેક્ટના ફિલ્ડ કોર્ડીનેટર હેતલબેન ખત્રી દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.