ડેડીયાપાડા ના સમોટ ગામેથી પાન પડીકીની દુકાનમાંથી ઇંગ્લિશ દારૂની વિસ્કી ની બોટલો કબજે કરતી ડેડીયાપાડા પોલીસ

મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન તેઓને મળેલી બાતમીના આધારે સમોટ ગામે આ કામના આરોપી નિતેશભાઈ કાંતિલાલ વસાવાના કબજા ભોગવટાની પાન પડીકીની દુકાન વારા ઘરમાં પ્રોહીબ્યુશન અંગે રેડ કરતા ગેરકાયદેસર વગર પાસ પરમિટ ના ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ મળી આવ્યો

ડેડીયાપાડા પોલીસે પતરાંના ટીન નંગ 04 તથા રોયલ વિસ્કીના કોટરીયા નંગ 26 તમામ મુદ્દા માલ કિંમત રૂપિયા 3000 નો કબજે કરી આરોપી નિતેશભાઇ કાંતિલાલ વસાવા ઝડપી પાડી તથા દુકાન માલિક યશવંતભાઈ અજબસિંગ વસાવા જે રેડ દરમિયાન ઘરે હાજર નહીં મળી આવતા તેઓને વોન્ટેડ જાહેર કરી બન્ને આરોપીયો વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે