રાજેન્દ્રભાઇ દાફડા, પુત્ર ઉમેશ અને દિકરી મનિષા ઘવાયાઃ સામા પક્ષે ભાજપ અનુસુચીત મોરચના . પ્રમુખના ભાઇ જેસીંગભાઇ દાફડાને ઇજાઃ ચારેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા જસદણના આટકોટના કૈલાસનગરમાં જુના મનદુ:ખને લીધે પડોશીઓ વચ્ચે લાકડી, ધારીયાથી મારામારી થતાં વણકર પ્રૌઢ, તેના પુત્ર અને પુત્રીને ઇજા થઇ હતી. સામા પક્ષે પણ એકને ઇજા પહોંચતા ચારેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જાણવા મળ્યા મુજબ કૈલાસનગરમાં રહેતાં રાજેન્દ્રભાઇ બધાભાઇ દાફડા (વણકર) (ઉ.વ.૫૩) તથા તેના પુત્ર ઉમેશ (ઉ.૨૪) અને પુત્રી મનિષા (ઉ.૨૩) પર રાતે નવેક વાગ્યે ઘર નજીક જ રહેતાં જીતુભાઇ દાફડા અને તેના ભાઇ જેસીંગભાઇ દાફડાએ લાકડી-ધારીયાથી હુમલો કરતાં સારવાર માટે રાજકોટ દાખલ થયા હતાં. સામા પક્ષે જેસીંગભાઇ સોમાભાઇ દાફડા (ઉ.વ.૪૨) પણ પોતાના પર દિલીપ રાજેન્દ્રભાઇ સહિતે ધારીયાથી હુમલો કર્યાની રાવ સાથે રાજકોટ સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તૌફિકભાઇ જૂણા૨ે આટકોટ પોલીસને જાણ કરી હતી.દિલીપ રાજેન્દ્રભાઇ સહિતે ધારીયાથી હુમલો કર્યાની રાવ સાથે રાજકોટ સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તૌફિકભાઇ જૂણા૨ે આટકોટ પોલીસને જાણ કરી હતી.હોસ્પિટલના બિછાનેથી રાજેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે પડોશી જેસીંગના ભાઇ જીતુભાઇ ભાજપ અનુસુચીત જનજાતી મોરચાના પ્રમુખ છે. અમને ઘણા સમયથી નાની નાની વાતે હેરાન કરે છે. તેમના ઘરે ચાર ચાર નળ કનેકશન છે, મેં એક કનેક્શન લીધુ તો પણ એણે માથાકુટ કરી હતી. અગાઉ અમારી પુત્રીવધૂ માવતરે જતી રહી ત્યારે તેણીના માવતરને ફોન કરી અમારા વિરૂધ્ધ ફરિયાદ કરાવી હતી. અવાર-નવાર આ રીતે ઝઘડા કરતાં હતાં અને ગત રાતે પણ કારણ વગર માથાકુટ કરી હુમલો કર્યો હતો.સામા પક્ષે જેસીંગભાઇએ કહ્યું હતું કે પડોશીરાજેન્દ્રભાઇના ઘરના લોકો અમારી સાથે રોજેરોજ માથાકુટકરે છે. હું રાતે ચાલીને આવતો હતો ત્યારે જુના ડખ્ખાનો ખારરાખી મને પગમાં ધારીયુ ઝીંકી લેવાયું હતું. આટકોટ પોલીસે બંનેના આક્ષેપો અંગે તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવા તજવીજ કરી છે.