લીંબડી શહેરના વચલાપરા વિસ્તારમાં રહી સિવિલ હોસ્પિટલમાં ર્નસિંગ સ્ટાફમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવતા જયેશ દયારામભાઈ ડાભીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે વિંછીયા તાલુકાના રે વાણિયા ગામે રહેતી યુવતિ લીંબડી સરકારી હોસ્પિટલમાં એએનએમ તાલીમ શાળામાં અભ્યાસ કરવા આવી હતી. તે સમયે અમારા બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ફોન નંબરની આપલે થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટયા હતા. સમય જતાં જયેશને જાણવા મળ્યું કે તેણી અન્ય પુરૂષો સાથે પણ સંબંધો ધરાવે છે. જેથી જયેશે સંબંધ પૂર્ણ કરી દીધો હતો.છતાંય તેણી લગ્ન કરવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ બન્ને અલગ-અલગ જ્ઞાતિના હોવાથી જયેશે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. લગ્નની ના પાડતા તેણી ગુસ્સે ભરાઈ હતી. તેણીએ જયેશને ધમકી આપી હતી કે તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું બીજી કોઈ છોકરી સાથે તારા લગ્ન થવા નહીં દઉં. તને સમાજમાં બદનામ કરી નાખીશ. પોલીસ કેસમાં ફસાવી દઈશ.બીજી તરફ સોશિયલ મીડિયા પર જયેશ અને તેના બહેન શારદી ડાભીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. એન્કાઉન્ટ બનાવી જયેશ અને તેના એડિટિંગ કરેલા ફોટા અપલોડ કર્યા હતા. સાથે જ સગા, સંબંધી, મિત્રોના ફેસબુક પર બન્નેના ફોટા તથા અપશબ્દો લખીને વાયરલ કર્યા હતા. જેના કારણે જયેશ ડાભીની સાથે અનેક લોકોની બોલાચાલી પણ થઈ હતી. ફેક એકાઉન્ટના કારણે જયેશને અનેક લોકો મેથીપાક પણ ચખાડતા હતા. આમ પૂર્વ પ્રેમિકાના કારસ્તાનથી કંટાળીને જયેશ ડાભીએ લીંબડી પોલીસ મથકે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Defense: देश में ही निर्मित होंगे 928 रक्षा उत्पाद, पूंजीगत खरीद पर खर्च होंगे 130 अरब डालर 
 
                      नई दिल्ली,  रक्षा मंत्रालय ने उन 928 कलपुर्जों और उप-प्रणालियों की एक नई सूची को मंजूरी दी...
                  
   जबलपुर ग्वारीघाट स्थित गीता धाम में परांबा धाम मे भागवत कथा का आयोजन!! 
 
                      जबलपुर ग्वारीघाट स्थित गीता धाम में परांबा धाम मे भागवत कथा का आयोजन!!
                  
   AIM स्पोर्ट्स फाउंडेशनच्या माध्यमातून बांधला रोप वे ब्रीज; विद्यार्थ्यांच्या चेहऱ्यावर फुलला आनंद 
 
                      AIM स्पोर्ट्स फाउंडेशनच्या माध्यमातून बांधला रोप वे ब्रीज; विद्यार्थ्यांच्या चेहऱ्यावर फुलला आनंद
                  
   
  
  
   
   
  