બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વાદી વસાહત ધુડાનગર ખાતે કાકર ગામના સર્વે નંબર 612 માં માન્ય જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ના હસ્તે વિચરતી વિમુક્તિ જાતિના વાદી પરિવારો ને 95 પ્લોટની સનદો તથા કબજો ફાળવવામાં આવેલ..
ત્યારે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ધૂડાનગર સ્થળ ઉપર પોહચતા વાદી સમાજે મોરલી વગાડી પાઘડી પહેરાવી ફુલહાર તેમજ બાળાઓ દ્વારા કંકુ ચોખા તિલક કરી ભવ્ય સ્વાગત કર્યું હતું....
આ પ્રસંગે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી જે.ડી.મહિડા ,વિસ્તરણ પચાયત અધિકારી કે,આર.ઝાલા,મદદનીસ તાલુકા વિકાસ અધિકારી
પરેશભાઈ ચૌધરી,પચાયત સર્કલ ઇસ્પેક્ટર એમ એમ શ્રીમાળી, પચાયત સર્કલ થરા જે બી રાવળ,આર એસ બારોટ, તેમજ કાકર વહીવટ દાર કનૈયાલાલ પ્રજાપતિ, તલાટી કમ મંત્રી રંજનબેન પરમાર તથા ધુડા નગરના લોકો અને વિચારતા સમુદાય સમર્થન મંચ ના સંચાલક નારણભાઇ રાવળ વાદી પરિવાર લાભાર્થીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા...
અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ