બાતમીદારથી ચલાલા પોલીસ ને મળેલ બાતમી માહીતી અનુસન્ધાને ચલાલા પો.સ્ટે વિસ્તારના ખંભાળીયા ગામની સીમમા દેશી દારૂ ગાળવા ની ભઠઠી ચાલતી હોવાની હકીકત આધારે પો.સબ.ઇન્સ એસ.આર.ગોહીલ .નાઓ તથા અના હેડ.કોન્સ ડી.એમ રામાણી તથા હેડ કોન્સ . બી.આર. ધાધલ તથા પો.કોન્સ રોહીતભાઇ રાખોલીયા તા . લોકરક્ષક અશોકભાઇ ઘુસાભાઈ એ રીતેના ઓ શેલખંભાળીયા ગામની નજીક ખાનગી વાહનમાં પહોંચી ગામથી પુર્વ દીશામાં કાચા રસ્તે જતા આશરે દોઢ કી.મી.દૂર સદર બાતમી વાળી જગ્યાએ પહોંચતા ખેતરની નજીકમાં ખરાબાની જમીનની નજીક બાવળની ઝાડીમાં ત્રણ પ્લાસ્ટિક ના અને બે પતરાના પાંચ ટીપણા કાંટા થી ઢાકેલ મળી આવ્યા હતા.
જેમાં એક ટીપડામાં ૨૦૦ લીટર હાથો ભરેલો હતો અને બાકીના ચાર ટીપડા ખાલી હતા
હાથાની કિંમત લીટર ના ૨ રૂપિયા લેખે ગણતા રૂપિયા ૪૦૦ તેમજ ૧ ટીપડા ની કિંમત રૂપિયા ૨૦૦ ગણતા પાંચ ટીપડા ની કિંમત ૧૦૦૦ રૂપિયા ગણતા જે હાથો તેમજ ટીપડા હેરવી ફેરવી શકાય તેમ નહોય તેથી પંચો ની રૂબરૂમાં ટીપડા તોડી-ફોડી નાખી હાથો ઢોળી નાખી નાશ કરવામાં આવેલ.
- કબ્જે કરેલ મુદામાલ-
પતરાનું તગારું નંગ ૧ કિંમત રૂપિયા ૧૦
તીન ની ભૂંગળી નંગ ૧ કિંમત રૂપિયા ૨૦
દેશી દારૂ ભરેલ ૫૦ લિટરીયું કેન નંગ ૧ જે ખાલી કેનની કિંમત રૂપિયા ૫૦
દેશી દારૂ ૧ લીટર ની કિંમત રૂપિયા ૨૦ લેખે ૫૦ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૧૦૦૦ ગણી કુલ કિંમત ૨૪૮૦ નો મુદામાલ કબ્જે લીધેલ.
અત્રે ખેતરમાં તપાસ કરતા મજકુર સિધ્ધરાજભાઈ લગધીરભાઈ વાળા હાજર મળેલ ન હોય, જે અંગેનું પંચનામુ પો.સબ.ઇન્સ એસ.આર.ગોહીલ સાહેબ નાઓ દ્વારા કલાક ૧૩/૧૫ થી ૧૮૦૦ વાગ્યા સુધીનું કરવામાં આવેલ.
જેના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહી એકટ કલમ ૬૬૫ -C , D , E , F મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ દીક્ષિત મનુભાઈ રામાણી ચલાવી રહ્યા છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.