અમરેલી. તા.૧૩ ડિસેમ્બર (મંગળવાર) યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ) દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુ સમય પહેલાં કઢાવેલા આધારકાર્ડના ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા દસ વર્ષ દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવાં નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. કાર્ડ ધારકોએ આ પ્રક્રિયા માટે રૂ.૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે, તેમ જિલ્લા નોડલ અધિકારી (યુ.આઈ.ડી) અને નિવાસી અધિક કલેક્ટર, અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.