બોડેલી નજીક અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતની હદમાં મંજીપુરા ગામે દસેક મહિના અગાઉ બોડેલી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનુ લોકાર્પણ થયું હતું, ત્યારથી કાયમી તબીબો સર્જન અને સુપ્રિટેન્ડન્ટની જગ્યા ખાલી પડી છે. સરકારની મફત આરોગ્ય સુવિધાનો લાભ બોડેલીમાં મળતો નથી. 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

     જબુગામ રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. કશ્યપ ભાઈ બોડેલીનો ઇન્ચાર્જ પહેલેથી જ સંભાળી રહ્યા છે.જ્યારે ગાયનેક ન હોવાથી પ્રસૂતિ માટે મહિલાઓને ખાનગી દવાખાનામાં રીડર કરવામાં આવે છે. ત્રણ તબીબો કાયમી નથી, બોન્ડ પરના તબીબો માંથી બે રજા પર છે. અત્યારે માટે એક મહિલા તબીબ છે. રોજ 70 થી વધુ ઓપીડી આવતી હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. મેડિકલ ઓફિસરો દર્દીઓને તપાસી દવા તો આપે છે,પણ  ઇજા કે બીમારીમાં દર્દીઓને રિફર કરવામાં આવે છે. 108 વાળા પણ રેફરલને બદલે ખાનગી હોસ્પિટલમાં અકસ્માત વાળા કે અન્ય દર્દીઓને લઇ જાય છે. 

..........

બોડેલી અને જબુગામ માં મફત ભોજન ની સુવિધા થી દર્દી વંચિત

જબુગામ અને બોડેલીમાં દર્દીઓને અપાતું મફત ભોજન સુવિધા પણ એક વર્ષથી સદંતર બંધ છે. મમતા ઘરમાં પણ દર્દી અને સાથે રહેનારને બે સમય ભોજન, બે સમય ચા અને દૂધની સુવિધાનો લાભ પણ દર્દીને મળતો નથી. જબુગામમાં કેન્ટિંન ઘણા સમયથી બંધ હોય દર્દી કે તેના સગાઓને મફત તો ઠીક પૈસા ખર્ચીને જમવાનું મળતું નથી. 

 આરોગ્ય અધિકારી ને રજૂઆત કરીશ

બોડેલી અને જબુગામ રેફરલ માં દર્દીઓ ને પડતી હાલાકી મુદ્દે વિગતો મેળવી અધિકારીઓ ને ચોક્કસ રજૂઆત કરીશ. 

  પ્રકાશ વાસદિયા, ચેરમેન,આરોગ્ય સમિતિ, છોટાઉદેપુર જી. પં.