→ ગુન્હાની વિગતઃ

 હિંમતભાઇ વલ્લભભાઇ મેરૂલીયા , ઉં.વ .૬૧ , ધંધો.ખેતી , રહે.રાભડા , તા.લાઠી , જિ.અમરેલી, વાળાની રાભડા ગામની સીમમાં ભટવદર જવાના રસ્તે વાડી આવેલ હોય ,

આ વાડીએથી ગઈ તા .૧૯ / ૧૦ / ૨૦૨૨ ના સવારે કલાક ૯/૦૦ થી કલાક ૧૨/૦૦ દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે,

 હોન્ડા શાઇન મોટર સાઇકલ , રજી.નંબર GJ - 5FS - 7870 , કિં.રૂ .૧૦,૦૦૦ / - ની ચોરી કરી લઇ ગયેલ . આ અંગે હિંમતભાઇ વલ્લભભાઇ મેરૂલીયાએ ફરિયાદ લખાવતાં , દામનગર પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૧૭૨૨૦૪૬૫ / ૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ .

 ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ, ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય ,

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ

 અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓ ને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું .

અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ . એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ભુરખીયા ચોકડી પાસેથી એક ઇસમને મોટર સાઇકલ ઉપર શંકાસ્પદ હાલતમાં આંટા - ફેરા મારતા પકડી પાડી , તેની સઘન પુછપરછ કરતાં ,

 આ મોટર સાઇકલ હિંમતભાઇ વલ્લભભાઇ મેરૂલીયાની વાડીએથી ચોરાયેલ તે જ મોટર સાઇકલ હોય , પકડાયેલ ઈસમને ચોરીના મોટર સાઇકલ સાથે આગળની કાર્યવાહી થવા દામનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

 → પકડાયેલ આરોપીઃ

ભાયલાલ ઉર્ફે સંજય દેવજીભાઇ તડવી , ઉં.વ .૪૦ , રહે.હરેશ્વર , તા.સંખેડા , જિ.છોટા ઉદેપુર . પકડાયેલ મુદ્દામાલઃ

હોન્ડા શાઇન મોટર સાઇકલ , રજી.નંબર GJ - 5 - FS - 7870 , કિં.રૂ .૧૦ , ૦૦૦ / - નો મુદ્દામાલ .

 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકહિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ,અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ ના એ.એસ.આઇ. પોપટભાઇ ટોટા , હેડ કોન્સ . સુખદેવભાઇ ગોંડલીયા , પો.કોન્સ . તુષારભાઇ પાંચાણી , નિકુલસિંહ રાઠોડ તથા અશોકભાઇ સોલંકી નાઓ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.