ગઈકાલે શપથવિધી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધીવત રીતે તેમનો ચાર્જ સંભાળવાની પ્રક્રીયા ચાલી રહી છે. મુખ્યમંત્રીએ કાર્યભાળ ટૂંક જ સમયમાં સંભાળશે ત્યારે તેમની સાથે તેમના પરીવારજનો તેમજ મંત્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા છે.

 

ખાસ કરીને બીજીવાર મુખ્યમંત્રીએ તેમનો કાર્યભાળ સંભાળશે. અગાઉ રુપાણી સરકારના વિસ્તરણ પછી તેમને દોઢ વર્ષ પહેલા કાર્યભાળ સંભાળ્યો હતો ત્યારે હવે બીજીવખત તેઓ મુખ્યમંત્રી બન્યા છે અને તેમને સ્વર્ણિમ સંકુલ ખાતે આજે તેમની ઓફિસમાં કાર્યભાળ સંભાળી રહયા છે. તેમની પાસે મહેસુલ સહીતના મોટાખાતાઓ પણ છે. સૌથી મોટું બજેટ તેમના વિભાગનું છે ત્યારે મોટી જવાબદારી સીએમ પદની સાથે વિભાગોની પણ તેમની રહેશે.

 

હર્ષ સંઘવી, મુકેશ પટેલ, કુંવરજી હળપતિ સહીતનાએ કાર્યભાળ સંભાળી લીધો છે. બાકી રહેતા મંત્રીઓ એક પછી એક કાર્યભાળ સંભાળશે. કુંવરજી બાવળીયાએ સતનારાયણની કથા થઈ છે ત્યાર બાદ તેઓ કાર્યભાળ સંભાળશે. કનુભાઈ દેસાઈને વિશેષ પદ ફરી યથાવત નાણાં મંત્રી તરીકેનું યથાવત રખાયું છે તેઓ પણ આજે કાર્યભાળ સંભાળશે.

 

કુબેર ડીંડોર બે દિવસ બાદ વિઘીવત રીતે કાર્યભાળ સંભાળશે. ત્યારે અન્ય મંત્રીઓ એક પછી એક કાર્યભાળ સંભાળી રહ્યા છે. આમ ગઈકાલે શપથવિધી પૂર્ણ થયા બાદ સીએમ બાદ મંત્રીઓ દ્વારા કાર્યભાળ સંભાળવામાં આવી રહ્યો છે.