કોઈ ના માં વિશિષ્ટ કલા હોય તો તે કલાને બિરદાતા પ્રવીણ નાઈ,,,નાઈ સમાજ નું ગૌરવ એટલે પ્રવીણ ભાઈ નાઈ
રઘુભાઈ નાઈ દીયોદર
અભ્યાસ, અવલોકન, સંશોધન, મુલાકાત, પ્રવાસ - પર્યટન , રમતગમત અને સામાજિક -ધાર્મિક પ્રવૃતિમાં સક્રિયતા જેવા ગુણો શિક્ષણનો મહત્વનો ભાગ છે, આ તમામ ગુણો શિક્ષકના જીવનમાં અવશ્ય વણાયેલા હોય તો સોનામાં સુગંધ ભળે.ઉપરના તમામ ગુણો જેમના લોહીમાં હિમોગ્લોબિનની જેમ ભળેલા છે અને ફકત શિક્ષણ જ નહીં પણ સેવા, સાહિત્ય, કળાના ચાહક અને વાહક છે એવા ઉમદા શિક્ષકની મારે વાત કરવી છે, સ્વભાવે શાંત અને સરળ વ્યક્તિત્વ અને હસમુખા ચહેરાના માલિક એટલે પ્રવીણભાઈ નાઈ,,સતત અભ્યાસ અને રમતગમત, ઝીણું અવલોકન અને સાહિત્યના સેવન દ્વારા, સતત પ્રયત્નશીલ રહેવાથી વ્યકતિત્વ કેવું ઘડી શકાય છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે પ્રવીણભાઈ નાયી.પ્રવીણભાઇનો જન્મ તારીખ:-22/8/1982ના રોજ પિતા મફાભાઈ અને માતા જડીબેનની કૂખે ,બનાસકાંઠા જિલ્લાનાના કાંકરેજ તાલુકાના રતનગઢ(નવા રવિયાણા)ગામે થયો હતો, ત્રણ ભાઈઓમાં સૌથી નાના પ્રવીણભાઈનું પ્રાથમિક શિક્ષણ રતનગઢ અને રવિયાણામાં તો માધ્યમિક શિક્ષણ ખોડા અને દિયોદરમાં અને કાંકરેજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં થરામાં લીધું છે, હાલ તેઓ આદર્શ પ્રાથમિક શાળા ડીસામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. અને ડીસાને કર્મભૂમિ બનાવી ડીસામાં સ્થાઈ રહી બાળકોને સંસ્કારના પાઠ શીખવવાની સાથે-સાથે લેખન કૌશલ્ય ઉપર પણ હાથ અજમાવ્યો છે. ગણિતનો વિષય ખૂબ જ ગમતો હોઈ નવોદયનું શિક્ષણ બાળકોને સરસ રીતે આપે છે , સાહિત્ય તરફનો બચપણથી જ લગાવ અને વાંચન પણ ખરુ ,એમના દાદા સગથાબા પાસેથી વારસામાં મળેલા સંસ્કારોને તેઓ હંમેશાં યાદ કરે છે.નિરાંત સંપ્રદાયના પણ જૈન ધર્મ પ્રમાણે જીવન જીવતા દાદાને પણ ગુરુકૃપાથી અનેક ગરબીઓ,આખ્યાનો,ભજનો,પદો ધોળ,દ્રષ્ટાંતો મોઢે હતાં. જેનો લાભ અને સંસ્કાર તેમને બચપણથી મળ્યા હતા.
મા જગદંબા અને સદગુરુની કૃપાથી તેઓએ લેખનકલાની વિશિષ્ટ કલા પ્રાપ્ત કરી છે એમ તેઓનું માનવું છે .સ્વાધ્યાય પરિવારના વિચારોથી વણાયેલ પ્રવીણભાઈને વિવિધ પુસ્તકો વાંચવાનો પણ શોખ છે; આ માટે તેઓ પોતાના ઘરે એક નાનકડી લાઈબ્રેરી પણ રાખે છે.
"કોઇનામાં વિશિષ્ટ કલા હોય એ ભગવાને આપેલી વિશેષ દેણ છે.." એવા વિચારથી તેઓ હંમેશા બીજાની કલાને વંદન કરે છે. અને શું કરીએ તો બીજાની કલા વધુ ઉજાગર થાય એવા પ્રયાસ તેઓ કરતા જ રહે છે.સાહિત્યપ્રેમી અને લેખક પ્રવીણભાઈને લખવું,વાંચવું,સંગીત સાંભળવું,ચિત્ર દોરવા,મિત્રો બનાવવા,રમતમાં ભાગ લેવો વગેરે પણ એમના શોખના વિષયો છે.પ્રવીણભાઈ પોતાના દૈનિક કાર્યોમાં યોગ, પ્રાણાયામ,પૂજા,ધ્યાન,પ્રાર્થના, સત્સંગને પણ જોડીને ખંત, ઉત્સાહ,ચીવટ,નિયમિતતા, પ્રામાણિકતાથી પોતાનું જીવન જીવી રહ્યા છે.
જીવનમાં લઘુતાગ્રંથિ ન અનુભવીને,શુભ ચિંતકોને કદાપિ ન ભૂલીને જીવન ઉપયોગી પ્રેરણાદાયી કામ તેઓ હંમેશાં કરતા જ રહે છે.નાઈ સમાજનું ગૌરવ કહી શકાય એવા પ્રવીણભાઈએ અત્યાર સુધી કેટલીક ટૂંકી નવલકથા,વિવિધ વિષયોમાં લેખ,ટૂંકી વાર્તા,રેખાચિત્ર,જીવનચરિત્ર,સંપાદન કરીને પોતાનું નામ ગુંજતું કર્યુ છે. કોઈનામાં કંઈક કલા હોય એને વિશેષ રીતે પોતાની સૂઝબૂઝથી ગોઠવીને પ્રસંગને ખૂબ જ સારી રીતે વર્ણવીને 'રખેવાળ દૈનિક પત્ર' માં દર સોમવારે સંવેદના નામની કોલમમાં લખે છે સાહિત્યકલા રસિકોને તેમનું વાંચન એટલે ખૂબ ગમે છે કે તેઓ મૌલિક અને ગામડાનો માણસ પણ ભાષા સમજી શકે એવી સાદી અને સરળ ભાષામાં લખીને રજૂઆત કરે છે, તેમણે અત્યાર સુધીશિક્ષણ,સામાજિક,જીવનચરિત્ર,પ્રસંગોચિત અનેક લેખો પણ લખ્યા છે.તો સરળ અને સરસ ભાષાશૈલીમાં લખાયેલ વાર્તાઓ લખી જે જેમાં 'કાં ઇસરા કાં પરમેસરા', ભલાઈનો બદલો','કોરો કાગળ',આનંદનો અતિરેક,મજબૂરીવશ પટાવાળો,સંવેદનશીલતા,દિવાલની ખુંટીની કમાલ,કવેણના ઘા,કીંમતી ઘરેણું, શેર માટીની ખોટ,ઘંટારવ,સંબંધ,દીકરી,ગણેશનાં વધામણાં,દિવ્યતેજ.. મુખ્ય ગણી શકાય. તેઓની આ ટૂંકીવાર્તાની સંખ્યા સાઈઠથી પણ ઉપર પહોંચે છે.સેવાભાવી અને સૌની સાથે હળીમળીને રહેનાર , ઈશ્વર ઉપર અતુટ શ્રદ્ધા રાખનાર પ્રવીણભાઈ વિવિધ સંસ્થાઓ સાથે પણ જોડાયેલ છે.'બનાસ સાહિત્ય કલા સંઘ' અને 'અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ' સાથે વિશેષ રીતે જોડાઇને પ્રેરણાદાયી કામ પણ તેઓ હંમેશાં કરતા રહે છે.લેખન કૌશલ્યથી પ્રભાવિત થઈને વિવિધ સંસ્થાઓએ એમને બિરદાવ્યા છે,જેમાં 'લિંબચ યુવા સંગઠન ગુજરાત, લીમ્બાચીયા કર્મચારી મંડળ-ડીસા,પ્રગતિ યુવક મંડળ-ડીસા, લિંબચ યુવા સંગઠન દિઓદર,લિંબચ યુવા સંગઠન કાંકરેજ,કલા ફાઉન્ડેશન ટ્રસ્ટ ડીસા,જલારામ સત્સંગ મંડળ ડીસા,સાહિત્ય કલા સંઘ બનાસકાંઠા,આનંદ સત્સંગ મંડળ, ડીસા.વગેરે સંસ્થાઓએ બિરદાવીને એમની ગરિમાને ખિલવવાનો પ્રયાસ કર્યો છે.