ગુજરાત વિધાનસભા ચૂંટણી 156 ની બમ્પર જીત્યા છતાં 17 ને મંત્રીમંડળમાં સ્થાન, 33 પૈકી માત્ર 12 જિલ્લાને પ્રતિનિધિત્વ શપથવિધિ પત્યા બાદ આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાશે. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે. રાજ્યપાલે શપથ લેવડાવ્યા. જેમાં ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કનુભાઈ દેસાઈ, બળવંત સિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, આયર મૂળુ બેરા, ડૉ. કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, પરસોત્તમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ કેબિનેટ મંત્રીના શપથ લીધા. હર્ષ સંઘવી અને જગદીશ પંચાલે રાજ્યમંત્રી પદના શપથ લીધા. આમ કુલ 16 સભ્યોએ શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે અત્યારે એક માત્ર મહીલા ને સ્થાન આપવામાં આવ્યુ.! તથા બનાસકાંઠા જીલ્લાને કોઈ સ્થાન મળેલ નથી પરંતુ પરંતુ મોટુ સ્થાન મળે તેવી સંભાવના છે.!