કડી : કડી તાલુકાના ડરણ ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ ઈસમોને LCBએ ઝડપીને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. એલસીબીએ રોકડ રકમ સાથે કુલ રૂ. 1 લાખ 18 હજાર 880નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

એલસીબીનો સ્ટાફ કડી તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન LCBના માણસો કડી તાલુકાના બાવળું પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કડી તાલુકાના ડરણ ગામે ખુલ્લા ખેતરમાં કેટલાક ઈસમો જુગાર રમી અને રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને કોર્નર કરીને રેડ કરતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. જ્યાં એલસીબીએ સ્થળ ઉપરથી કુલ 6 ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ રૂપિયા 33 હજાર 880 સહિત કુલ રૂ. 1 લાખ 18 હજાર 880નો મુદ્દામાલ જપ્ત કરીને 6 ઈસમ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.

રેડ દરમિયાન ટીમે ઠાકોર રાજેશ શિવાજી, પટેલ નવીન ગંગાભાઈ, ઠાકોર અશોકજી ગંભીરજી, નાયિ મહેશ રણછોડભાઈ, ઠાકોર અમરતજી ખોડાજી, ઠાકોર ગાભાજી ચંદુજી તમામ ડરણ ગામના રહેવાસી.