*છોટા ઉદેપુર ના ગોરા રામજી મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાઈ*
છોટા ઉદેપુર નગર ની મધ્યમાં આવેલા ગોરા રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ની નગર ની ટીમ દ્વારા આજરોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામા રક્તદાતા ઓ રક્તદાન કરી આ પુણ્યકાર્ય માં સહભાગી બન્યા હતા. રક્તદાન શિબિરમાં નગરની મહિલાઓ પણ સહભાગીતા લીઘી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે આદીવાસી પંથક છોટા ઉદેપુરમા બ્લડ બેન્ક ના હોવાથી દર્દીઓને બ્લડ ની જરૂરિયાત વાળા દર્દીઓ ને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઠેઠ વડોદરા સુઘી લાંબાં થવાનો વારો આવે છે . જો કે નગર ના સામાજિક સંગઠનો દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પ થતાં હોવાથી દર્દીઓને અમુક અંશે બ્લડ મેળવવા માં રાહત મળે છે. નગરમાં આયોજિત આ રક્તદાન શિબિર માં 100 જેટલાં બ્લડ યુનિટ એકત્રિત થશે તેમ આયોજક મંડળે જણાવ્યું હતું