રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા ખેડબ્રહ્માશહેર માં મુખ્યમાર્ગ પર પથસંચલન કરવામાં આવ્યું. આ પથસંચલન આર.એસ.એસ.ના સ્થાપના દિવસ નિમિતે ખેડબ્રહ્માશહેર શહેરના મુખ્ય માર્ગ પર નિકળ્યું હતું. આર.એસ.એસ.ની સ્થાપના ૧૯૨૫ના વિજયાદશમીના રોજ નાગપુરમાં ડો.કેશવરાય બલીરાવ હેડગેવાર દ્વારા કરવામાં આવેલ હતી. જે આજે વટવૃક્ષ બનીને ફુલીફાલી છે 

 રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ એક એવું હિન્દુઓનું સૌથી મોટુ શિસ્તબઘ્ધ સંગઠન છે તેની આજે વર્ષ ગાંઠ નિમિતે ખેડબ્રહ્માશહેર શહેરમાં એકલય બઘ્ધ, સૈનિકની માકફ તાલબ્ધ રીતે સંપૂર્ણ ગણવેશધારી સ્વયંમસેવકનું પથસંચલન ખેડબ્રહ્મા જીલ્લાનું રાખવામાં આવેલ જે ખેડબ્રહ્માશહેર ના મુખ્યમાર્ગો પર ફરેલ હતું અને ત્યારબાદ કાશીવિશ્ર્નાથ મંદિરમાં વિજયાદશમી નિમિતે શસ્ત્રપુજન પણ સૌ સ્વયંમ સેવકો દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાઈને શસ્ત્રપુજન કરવામાં આવેલ હતું