*ભાભર શહેર કોંગ્રેસના સેવાદળ પ્રમુખ હુકમસિંહ દરબારે માનતા રાખી-----------------------------------*
બનાસકાંઠા જિલ્લાની ૭ વાવ વિધાનસભામાં ગેનીબેનની મોટી લીડથી જીત્યાં બાદ ઠેર ઠેર જગ્યાએ બાધા અને માનતાઓ પૂરી કરવામાં આવી રહી છે.
તેવામાં આજ રોજ ભાભર શહેર ખાતે ભાભર શહેર કોંગ્રેસના સેવાદળ પ્રમુખ હુકમસિંહ દરબારે પણ માનતા રાખી હતી કે ગેનીબેન ઠાકોર જીતશે તો હું મારા ધરેથી નાગણેશ્વરી માતા ના મંદિરે દંડવત્ પ્રણામ કરતા કરતા જઈશ.
આ પ્રસંગે ભાભર તાલુકાના મહિલા પ્રમુખ નંદાબેન તેમજ કોંગ્રેસના કાર્યકરો અને ભાભરની જનતા પણ હાજર રહી હતી
અને નાગણેશ્વરી માતાની જય ઘોષના સાથે તેઓ નાગણેશ્વરી માતાના મંદિરે ઢોલ નગારા સાથે જવા રવાના થયા અને મીડિયાના ઇન્ટરવ્યુમાં હુકમસિંહએ જણાવ્યું કે
કોંગ્રેસની સરકાર ભલે ના બની હોય પણ વાવ વિધાનસભાની તમામ જનતાને કંઈ પણ કામ કાજ હોય કે તકલીફ હશે તો ગેનીબેન ઠાકોર તત્પર રહેશે
અને તેઓના કાર્યો કરવા માટે ખડે પગે હાજર રહેશે.
અહેવાલ દર્શન સોની ભાભર