લાખણી(મેરૂજીપ્રજાપતિ)આજરોજ લાખણી સરસ્વતી હાઈસ્કૂલ ખાતે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણનો આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો. જેમાં લાખણી પંથક ના આગેવાનો ઉપસ્થિત રહેલ.આભરદર્શન સાથે ગામડાઓના પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવાની ચર્ચા વિચારણા અને ચિંતન થયેલ. આ પ્રસંગે આપણા ગામનો વિકાસ થાય એ માટે તમામ ગ્રામજનો સંપ દાખવી સહભાગી બનવાનું સૂચન લાખણી તાલુકા ભાજપના પ્રમુખશ્રી બાબરાભાઈએ કરેલ.  

 ભાજપ અગ્રણી શ્રી ટી.પી રાજપૂત, આગરાજી વાઘેલા, હેમરાજભાઈ પટેલ,જિલ્લા પં. સભ્યો સવજીભાઈ, અમિતભાઇ,તાલુકા પંચાયત પ્રમુખ લક્ષમણ ચૌધરી, લાખણી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ના ચેરમેન દેવજીભાઈ, બનાસબેકના ડિરેકટર નારણભાઇ તા. પં. સભ્ય શ્રીઓ સુરેશભાઈ અભાઈપટેલ, રૂડાભાઈ અને જેઠાભાઇ પરમાર વિગેરે મોરચા પ્રમુખ/હોદેદારો મણીબેનપટેલ, રામભાઈ, સંગઠન મંત્રી કમાજી ઠાકોર, હડમતસિંહ વાસણ, ભુપતસિંહ, સગથા ભાઈ રાજપૂત, કિસાન મોરચા ના પ્રમુખ માધાભાઈ ચૌધરી, સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સૌ નો આભાર વ્યક્ત કર્યો ચૂંટણીની દોડધામમાં ક્યાંક કોઈને બોલાવીન શક્યો હોઉંતો ક્ષમા કરશો. કોઈ ભાજપના લોકોએ ભાજપ વિરુદ્ધ કામ કર્યું હોય તેમને પણ ખુલ્લા મને ભાજપ માં આવકાર છે.પણ હવે વિકાસમાં સહભાગી બનજોની શીખ આપેલ.