ધાનેરા વિધાનસભામાં ઈતર સમાજની એકતા અને ઈમાનદારીએ માવજીભાઈનો ઘડો ભરી વિજયી બનાવ્યા..

ધાનેરા વિધાન સભામાં માવજીભાઈ દેસાઈએ ભાજપમાં ટીકીટ ના મળતા નારાજ થઈને ભાજપ સાથે છેડો ફાડી ને અપક્ષમા ઉમેદવારી નોંધાવી હતી..

 માવજીભાઈ ને ધાનેરા તાલુકાની તમામ ઈતર સમાજ નો ટેકો મળ્યો હતો અને બહુમતીથી જીતાડવાનો વાયદો કર્યો હતો..

   ધાનેરા છેલ્લા 10 વર્ષ થી નથાભાઈ પટેલ ધારાસભ્ય તરીકે હતા અને ભારતીય જનતા પાર્ટીએ ભગવાનદાસ પટેલ ને ટીકીટ આપી હતી બન્ને પક્ષમા પટેલ સમાજ ઉમેદવારો હોવાથી ઈતર સમાજ નારાજ હતી અને બન્ને પક્ષઓ ના મતો નું વિભાજન થતા અપક્ષ ને તેનો ફાયદો મળ્યો હતો અને વિજયી બન્યો હતો..

 ઇતર સમાજ અને ઈમાનદારીએ માવજીભાઈ ને ખોબલે મત આપીને ભવ્ય વિજયી બનાવ્યા હતા..