બનાસકાંઠા જીલ્લાના પાલનપુર સહીત આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. પાલનપુરની ધરા ધ્રુજી હતી. ભૂકંપના આંચકાને લઇને લોકો ઘરની બહાર દોડવા લાગ્યા હતા.શનિવારે ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકોમાં ડર જોવા મળ્યો હતો. પાલનપુર નજીક ભૂકંપનું એ.પી. સેન્ટર નોંધાયું છે. જીલ્લામાં નુકશાનના સમાચાર સામે આવ્યા નથી.બનાસકાંઠાના પાલનપુર સહીતના આજુબાજુના વિસ્તારની ધરા શનિવારે ધ્રુજી હતી. રીક્ટર સ્કેલ પર 2.0 ની તીવ્રતા નોંધાઇ હતી.ભૂકંપનો આંચકો આવતાં લોકો આમ તેમ દોડવા લાગ્યા હતા અને અફડા-તફડી મચી ગઇ હતી. જોકે, હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપનું એ.પી. સેન્ટર પાલનપુર નજીક નોંધાયું હતું.બનાસકાંઠા જીલ્લામાં અગાઉ તા. 11 નવેમ્બર 2021 ના રોજ પાલનપુરથી 136 કિલોમીટર દૂર રાજસ્થાન તરફ 4.1 નો ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. જે બાદ શનિવારે ફરી પાલનપુર સહીત મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો છે....