ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે ના ગુજસીટોના ગુન્હાના કામે સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદનો કાચા કામનો અને વચગાળાના જામીન ઉપરથી છેલ્લા દોઢેક માસથી ફરાર કેદીને ગેડીયા ગામની સીમ વિસ્તારમાંથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાત નાઓએ સુરેન્દ્રનગર જીલ્લા પેરોલ/ફર્લો/વચગાળાના જામીન જેલમાંથી ફરાર/પોલીસ જાપ્તા માંથી ફરાર થયેલ હોય તેવા કેદીઓને તાત્કાલિક એકશન પ્લાન બનાવી શોધી પકડી પાડી અસરકારક કામગીરી કરવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ત્રિવેદી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલાને ભારપુર્વક જણાવી જરૂરી સુચના માર્ગદર્શન કરેલ. જે અન્વયે પેરોલ ફર્લો સક્વોડના પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલા સ્ટાફના માણસોને જીલ્લાના પેરોલ ફર્લો/વચગાળાના જામીન/જેલમાંથી ફરાર/પોલીસ જાપ્તા માંથી ફરાર થયેલ હોય તેવા કેદીઓને શોધી કાઢવા સારૂ સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી વધુમાં વધુ પેરોલ વોન્ટેડ આરોપીઓ શોધી તેઓના મળી આવવાના સંભવીત સ્થળો તેમજ તેઓના કુટુંબીજનોને માહિતી મેળવી તેઓના હાલના સરનામા બાબતે ફળદાયક હકીકત મેળવી તે તમામ જગ્યાઓએ તપાસ કરી પેરોલ વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે સ્ટાફને સુચના માર્ગદર્શન કરી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ છે જે દરમ્યાન ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.ગુ.૨.નં ૧૧૨૧૧૦૧૭૨૦૦૫૪૨/૨૦૨૦ ગુજસીટોક એક્ટ-૨૦૧૫ ની કલમ-૩(૧)(૧), ૩(૧)(૨), ૩(૨),૩(૪) મુજબના ગુન્હામાં સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદનો કાચા કામનો કેદી જસવંત ઉર્ફે જશો કાળુભાઇ સોયા ઉંમર -૨૬ રહે. ગેડીયા, પ્રાથમિક શાળા પાસે, તા.પાટડી, જી.સુરેન્દ્રનગર વાળો નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના હુકમ અનવ્યે તા.૧૭/૧૦/૨૦૨૨ ના રોજ વચગાળાના જામીન ઉપર છુટીને ગયેલ હતો. અને તા.૨૮/૧૦/૨૦૨૨ ના રોજ સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે હાજર થવાનુ હોય પરંતુ હાજર થયેલના હોય અને છેલ્લા દોઢ માસ ઉપરથી ફરાર થયેલ હોય મજકુર કેદી બાબતે ખાનગી રાહે સચોટ હકિકત મેળવી મજકુર કેદીને ગેડીયા ગામની સીમ વિસ્તારમાંથી શોધી કાઢી હસ્તગત કરી મજકુર કેદીનો કોવિડ-૧૯ અનવ્યે કોવીડ ટેસ્ટ મહાત્મા ગાંધી હોસ્પીટલ સુરેન્દ્રનગર ખાતે કરાવી રિપોર્ટ નેગેટીવ આવતા મજકુર કેદીને યોગ્ય પોલીસ જાપ્તા સાથે સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે સોંપી આપવા આગળની તજવીજ કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલા તથા સ્ટાફના નરપતસિંહ સુરૂભા,અસ્લમખાન અયુબખાન, ભગીરથસિહ અનિરૂધ્ધસિંહ, અશ્વિનભાઇ ઇશ્વરભાઇ, અશ્વિનભાઇ કરશનભાઇ એ રીતેની ટીમ દ્વારા વચગાળાના જામીન ઉપરથી ફરાર કેદી પકડી પાડવામાં આવેલ છે.

રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ૯૧૫૭૭૭૨૮૮૮