શંકરભાઈનું પાણીદાર પ્રતિનિધિત્વ થરાદના 97 ગામમાં પાણી પહોંચાડશે: રાહને તાલુકો બનાવશે

ડીસા (મેરૂજી પ્રજાપતિ)વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં ગુજરાત ભરની નજર થરાદ બેઠક ઉપર હતી,સમર્થ કો દોષ નહી ગોસાઈના ન્યાયે લોકોએ સક્ષમ પ્રતિનિધિ તરીકે શ્રીશંકરભાઈ ચૌધરીને પસંદ કરી વિજયી બનાવેલ છે. થરાદના મતદાતાઓ ૯૭ ગામોને પાણી મળીરહે અને વિકાસશીલ રાહ ગામને તાલુકો બનાવવાનું શંકરભાઈનું સામર્થ્ય જોઈ શ્રી ચૌધરીને વિજયી બનાવેલછે. તયારે થરાદ-વાવ વિધાનસભાના સીમાડાઓ મળતા હોય સૌથી વધુ આક્ષેપો શંકરભાઈ ચૌધરી સામે થયેલ ચૂંટણી જુમલા કે પછી ખાટલા અને ઓટલા પરિષદમાં રાધનપુર કેમ છોડવું પડ્યું? વાવની બેઠક કેમ બદલવી પડી? હરીફોને ઠેકાણે પાડ્યા હોવાના અને સમર્થકો ને પણ ના આક્ષેપો લોકમુખે ચડેલ. જેતમામ આક્ષેપો શંકરભાઈ ની જંગી જીત બાદ સૂર્ય સામે ધૂળ ઉડાડવા જેવા સાબિત થયેલ છે. વળી ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનું તમે ધારાસભ્ય બનાવો મોટા અમે બનાવશું ના નિવેદનને લઈ થરાદની જનતાને સર્વાંગી વિકાસ થશે ની આશાઓ બંધાયેલ વળી 40 વર્ષની વય સુધીના યુવા મતદાતાઓ યુવા અને સક્ષમ નેતૃત્વ જંખતા હોય શ્રી ચૌધરીનો ઝળહળતો વિજય થવા પામેલ. ત્યારે અમે મોટા બનાવશું ની અપીલને અમલી બનાવવા કટિબદ્ધ રહેલ મતદારો શ્રી શંકરભાઈ ચૌધરી ને નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીના રૂપમાં જોઈ રહ્યા છે. ત્યારે સરકાર શંકરભાઈ ને મોટા બનાવશે. મોટા બનેલ શંકરભાઈએ એમની સામે થયેલા આક્ષેપો ખોટા સાબિત કરવા મહાદેવ શંકરને અનુસરી ઝેર ને ગળામાં રાખી નીલકંઠ બનવું ઇચ્છનીય છે તેવું એમના શુભેચ્છકો મતદાતાઓ અને શંકરભાઈ ને પ્રતિનિધિ માનતા લોકોનું માનવું છે ઉલ્લેખનીય છે કે જેને લઇ આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને ફાયદો થઈ શકે છે અને ભવિષ્યમાં શંકરભાઈ ચૌધરી મુખ્યમંત્રી બનતા કોઈ અટકાવી શકે નહીં તેવી શુભકામનાઓ તેમના સમર્થકો સેવી રહ્યા છે.