વિસનગર : વિસનગર વિધાનસભા બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી અજેય ઋષિકેશ પટેલે ચોથી ટર્મમાં પણ ઐતિહાસિક લીડ મેળવી વિજેતા બન્યા છે. વિસનગર વિધાનસભા બેઠક પરથી ત્રણેય ટર્મ કરતા આ ટર્મમાં સૌથી વધુ લીડ મેળવી ઋષિકેશ પટેલે પોતાના જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. વિસનગર વિધાનસભા બેઠક પર 1962થી 2022 સુધી વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે મતોથી જીત મેળવનાર ધારાસભ્ય બન્યા છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વિસનગર વિધાનસભા બેઠક પર 1962થી 2022 સુધી 34 હજારથી વધારે મતોથી કોઈ પણ ધારાસભ્યએ જીત મેળવી નથી. જેમાં આ વિધાનસભા ચૂંટણીમાં ઋષિકેશ પટેલે 34405 મતો મેળવી રેકોર્ડ બનાવ્યો છે.
જેમાં વર્ષ 1962 વિધાનસભામાં રમણીકભાઈ મણિયારે ઈશ્વરભાઈ પટેલ સામે 1642 મતોથી જીત મેળવી હતી.
વર્ષ 1967ની ચૂંટણીમાં એસ.બી.પટેલે આઇ.બી.પટેલ સામે 8792 મતોથી જીત મેળવી હતી.
વર્ષ 1972ની ચૂંટણીમાં જગન્નાથ વ્યાસે કોંગ્રેસના શાંતાબેન ભોળાભાઈ પટેલ સામે 3664 મતોથી જીત મેળવી હતી.
વર્ષ 1975માં પટેલ સાંકળચંદભાઈએ જગન્નાથ વ્યાસ સામે 11441 મતોથી જીત મેળવી હતી.
વર્ષ 1980ની ચૂંટણીમાં ભાજપના પટેલ ગંગારામભાઈએ કોંગ્રેસના ચૌધરી ફૂલજીભાઈ સામે 9361 મતોથી જીત મેળવી હતી.
વર્ષ 1985માં ભોળાભાઈ પટેલે બબલદાસ પટેલ સામે 3575 મતોથી જીત મેળવી હતી.
વર્ષ 1990ની ચૂંટણીમાં ભોળાભાઈ પટેલે કોંગ્રેસના રમણીકલાલ મણિયાર સામે 8347 મતોથી વિજય મેળવ્યો હતો.
વર્ષ 1995માં ભાજપના કિરીટ પટેલે કોંગ્રેસના ભોળાભાઈ પટેલ સામે 17518 મતોથી વિજય બન્યા હતા.
વર્ષ 1998માં ભાજપના પ્રહલાદભાઈ પટેલે ભોળાભાઈ પટેલ સામે 3536 મતોથી જીત મેળવી હતી.
વર્ષ 2002ની ચૂંટણીમાં ભાજપના પ્રહલાદભાઈ પટેલે કોંગ્રેસના કિરીટ પટેલ સામે 16866 મતોથી જીત મેળવી હતી.
વર્ષ 2007ની ચૂંટણીમાં ઋષિકેશ પટેલે 29,838 મતોથી કોંગ્રેસના બબલદાસ પટેલ સામે જીત મેળવી હતી.
જ્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં ઋષિકેશ પટેલે 29399 મતોથી કોંગ્રેસના ભોળાભાઈ પટેલ સામે જીત મેળવી હતી.
તેમજ વર્ષ 2017ની ચૂંટણીમાં ઋષિકેશ પટેલે કોંગ્રેસના મહેશ પટેલ સામે 2852 મતોથી જ વિજય મેળવ્યો હતો.
પરતું વર્ષ 2022ની ચૂંટણીમાં ઋષિકેશ પટેલે પોતાના તમામ રેકોર્ડ તોડી 34405 જેટલા જંગી મતોથી વિજય મેળવ્યો હતો. આમ ઋષિકેશ પટેલની વિસનગર વિધાનસભા બેઠક પર ઐતિહાસીક જીત થઈ છે. આમ વિસનગર વિધાનસભા બેઠક પર ઋષિકેશ પટેલે 1962થી લઈને 2017 સુધીના તમામ રેકોર્ડ તોડી 2022માં સૌથી વધુ લીડથી જીત મેળવનાર ધારાસભ્ય બની ગયા છે.