થેલીમાં રાખેલ મોબાઇલ , પાસબુક , પર્સ સહિત મુદ્દામાલ પણ લુંટી ગયા, રાજુલામા રહેતા જાહીબેન રાઘવભાઇ પરમાર નામના ૬૩ વર્ષીય વૃધ્ધા,

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગત રાત્રીના આઠેક વાગ્યા ના સમયે ઘરેથી પગપાળા દવાખાને જઇ રહ્યાં હતા.

ત્યારે રાજુલા ના બસ સ્ટેન્ડ પાસે. બાઇકમા ધસી આવેલા એક અજાણી મહિલા અને પુરૂષે તેને વાતોમા મશગુલ કરી ગળામાથી સોનાનો ચેઇન, તેમજ હાથમા રાખેલ પ્લાસ્ટિકની થેલી,સહિત ૧,૩૮ લાખના મુદામાલની લુંટ ચલાવી નાસી જતા.

 આ બારામા તેણે રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે .

રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યા અનુસાર,તેઓ ગત રાત્રીના આઠેક વાગ્યે ઘરેથી પગપાળા ચાલીને દવાખાને જતા હતા . તેઓ બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે, બાઇક પર એક મહિલા અને એક પુરૂષ તેની પાસે આવ્યા હતા .

 આ બંનેએ તેને વાતોમા મશગુલ કર્યા હતા .

બાદમા જાહીબેને ગળામા પહેરેલ સોનાનો ચેઇન કિમત રૂપિયા ૧.૩૭ લાખ તેમજ પ્લાસ્ટિકની થેલીમા રાખેલ મોબાઇલ , પાસબુક , પર્સ સહિત કુલ રૂપિયા ૧,૩૮,૫૫૯/- ના મુદામાલની લુંટ ચલાવી બન્ને મહિલા અને પુરૂષ બાઈક પર બેસી નૌ. દસ, ગ્યારા ભણી ગયા હતા .

 બનાવ અંગે રાજુલા પી.આઇ.એ.એમ.દેસાઇ આગળની તપાસ ચલાવી રહ્યાં છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.