મોજપ ખાતે આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આગમન થયું હતું. વિકાસ યાત્રા રથને ગ્રામજનોએ પરંપરાગત રીતના સ્વાગત કરી આવકાર્યો હતો. રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને લોકોએ છેલ્લા બે દાયકાની વિકાસ યાત્રા દર્શાવતી ફિલ્મ નિહાળી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ તકે જિલ્લા. વિકાસ અધિકારીશ્રી ડી. જે. જાડેજાએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું.

આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાકીય લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાલમાં જ શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળામાં યોજવામાં આવેલી નિબંધ અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. તેમજ કોરોના રસિકરણની ખૂબ જ સારી કામગીરી માટે ગામના સરપંચશ્રી અને આરોગ્ય વિભાગની ટીમને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી જેઠાભાઈ હાથિયા, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.સુતરીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી શેરઠીયા,સરપંચશ્રી વાઘાભા સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.