આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ એવા સોજીત્રા-૧૧૪ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિપુલભાઈ પટેલે પેટલાદ તાલુકાના વડદલા મુકામે મેલડી માતાજીના દર્શન કરી ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હતી
તેઓની સાથે જિલ્લા ઉપપ્રમુખ છત્રસિંહ જાદવ, પેટલાદ તાલુકા પ્રમુખ કમલેશભાઈ પટેલ, મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ પટેલ (બાદલભાઈ), જીગ્નેશભાઈ પટેલ, તાલુકા પંચાયત દંડક્ અજયભાઈ ગઢવી, સરપંચ રાજુભાઈ, સંગઠનના હોદ્દેદારો, ગામના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં