દિયોદર માં લહેરાયો ભગવો,,કેશાજી ચૌહાણ ની ભવ્ય જીત.ગુજરાત વિધાનસભા ની ચૂંટણી નું પરિણામજાહેર થયું છે. ગુજરાત માં ભગવો લહેરાયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના માં નવ બેઠકો માંથી ચાર બેઠકો કોંગ્રેસ તેમજ ચાર બેઠકો ભાજપ અને એક બેઠક અપક્ષ ના ફાળે ગઈ છે. ત્યારે દિયોદર મત વિસ્તાર માં કેશાજી ચૌહાણ ની ભવ્ય જીત થઈ છે. કેશાજી ચૌહાણ ૩૮૪૧૨ મતો ની લીડ મળી છે. દિયોદર માં કોંગ્રેસ ની કારમી હાર થઈ છે.દિયોદર માં ભારતીય જનતા પાર્ટી ની જીત થતા કાર્યકરો માં ભારે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ઠેરઠેર જગ્યાએ ફટાકડા ફોડી જીત ની ઉજવણી કરવામાં આવી છે...