ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગર નાઓએ અમરેલી તાલુકાના નાના આંકડીયા ગામની સગીર વયની કિશોરીનું અપહરણ કરી , દુષ્કર્મ આચરનાર આરોપીઓને પાડવા સુચના આપેલ હોય,
જે સુચના અન્વયે હિમકર સિંહ , પોલીસ અધિક્ષક અમરેલી નાઓ દ્રારા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી ની જરૂરી સુચના અને માર્ગદર્શન તળે,
પી.બી.લક્કડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા,
અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સગીર વયની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે .
દાખલ થયેલ ગુનાની વિગત : - અમરેલી રૂરલ પો.સ્ટે . પાર્ટ એ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૯૧૬ / ૨૦૨૨ IPC કલમ -૩૬૩ , ૩૬૬ , ૩૭૬ ( ૨ ) ( એન ) , ૩૭૬ ( ૨ ) ( ૪ ) , ૩૭૬ ( ૩ ) , ૪૫૦ , ૧૧૪ તથા પોક્સો એક્ટની કલમ -૪ , ૬ , ૮ , ૧૦ , ૧૭ , ૧૮ મુજબ,
પકડાયેલ આરોપી : >
સંકેત ઉર્ફે શંકેશ સ . / ઓ . દિનેશભાઇ ધારશીભાઇ ભાભોર , ઉ.વ.ર૦ , ધંધો.ખેત મજુરી , રહે.નાના આંકડીયા , (જેન્તિભાઇ જોગાણીની વાડીએ ), તા.જિ.અમરેલી . મુળ રહે.કાકડખીલા , ખેડા ફળીયા , તા.ધાનપુર , જિ.દાહોદ ,
- કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર
ગુનાની વિગત : - : -
આ કામની હકિકત એવી છે કે , આ કામના આરોપી નં .૦૧ તથા ૦૨ નાએ આજીવન કેદની સજાને પાત્ર ગુન્હો કરવાના ઇરાદે આ કામની સગીર વયની ફરીયાદી બહેનના રહેણાંક મકાનમાં રાત્રે ગૃહ અપપ્રવેશ કરી ,
ફરીયાદી બહેનનું મોઢું દબાવી અપહરણ કરી , દુષ્કર્મ આચરી બાઇકમાં વચ્ચે બેસાડી અપહરણ કરી લઇ જતા ફરીયાદી બહેન કુદી ગયેલ છે .
- આ કામગીરીમાં અમરેલી જીલ્લાનાં પોલીસ અધિક્ષક હિમકર સિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી પો.ઇન્સ એમ.એ.પટેલ તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.લક્કડ તથા પો.સબ.ઇન્સ . વી.વી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી ટીમ તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ની પોલીસ ટીમ જોડાયેલ હતી .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.