ખંભાત તાલુકાના ગુડેલ ગામે ભારતીય સંસ્થાન જમીન અને જળ સંરક્ષણ સંશોધન કેન્દ્ર - વાસદ દ્વારા વિશ્વ માટી દિવસની ઉજવણી કરાઈ હતી.જે દરમિયાન આણંદ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. ના ભરતભાઇ ભરવાડ, અને હાર્દિક પટેલ દ્વારા ઓર્ગેનિક ખેતી વિષયક માહિતી આપી હતી.આ ઉપરાંત સંસ્થાનના વૈજ્ઞાનિક ડૉ. ડી દિનેશ તથા ટેક્નિકલ આનંદ કુમાર, રામ પ્રસાદ દ્વારા જમીન સુધારણા વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સંસાલન સોનેરા દ્વારા કરાયું હતું.ઉજવણી દરમિયાન ૬૫ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો.મહિલાઓ પણ જોડાઇ હતી.

(સલમાન પઠાણ-ખંભાત)