મહેસાણા જિલ્લામાં સતત ચોરીઓના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે, ત્યારે વધુ એક વાહન ચોરીનો બનાવ બેચરાજી પોલીસ મથકમાં સામે આવ્યો છે. જેમાં પાર્ક કરેલી બાઇક અજાણ્યા કોઈ ઈસમો ચોરી જવાની ઘટના પ્રકાશમાં આવી છે, ત્યારે હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના શંખલપુર રોડ પર આવેલા કેશવ બંગલોજમાં રહેતા ગઢવી વિજય કુમારે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓ કુટુંબમાં એક બાળકને બાઇક પર બેસાડી બેચરાજીમાં આવેલા આદિત્ય કોમ્પલેક્ષમાં આવેલા ખાનગી ટ્યુશન કલાસમાં મુકવા ગયા હતા. જ્યાં કોમ્પલેક્ષમાં બાઇક પાર્ક કરી બજારમાં કામ અર્થે ગયા હતા. જે બાદ બપોરે બાઇક લેવા આવ્યા એ દરમિયાન અદિત્ય કોમ્પલેક્ષમાં બાઇક જોવા મળી નહતી.

જેથી ફરિયાદી એ પોતાના સંબંધીઓ સાથે બાઇકની શોધખોળ ચાલુ કરી હતી, તેમજ બાઇક ક્યાંય ન મળતા આખરે બેચરાજી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.