ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલી શેઠ શ્રી એલ.એચ. માળી આદર્શ હાઇસ્કૂલ ખાતે અભ્યાસ કરતા બાળકો દ્વારા રામ મંદિરના પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા આ મંદિરની ડિઝાઇન તૈયાર કરવામાં ત્રણ દિવસનો સમય લાગ્યો હતો. ત્રણ દિવસ સુધી બાળકો ભેગા થઈ લાકડાનો વેર અલગ-અલગ જગ્યાએથી એકત્ર કરી 1200 સ્ક્વેર ફૂટ લાંબી અયોધ્યા મંદિરની આકૃતિ તૈયાર કરી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સમગ્ર દેશ રામમય બની ગયો છે અને ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામની શેઠ શ્રી એલ.એચ. માળી આદર્શ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને પણ અનોખી રામ ભક્તિ બતાવી છે. શાળાના બાળકોએ સતત ત્રણ દિવસ સુધી મહેનત કરી લાકડાના વેરમાંથી રંગોળી પૂરી આબેહૂબ અયોધ્યા નગરીની કલાકૃતિ બનાવી હતી. બાળકો દ્વારા તૈયાર કરેલી આકૃતિની મહાઆરતી કર્યા બાદ વિદ્યાર્થીઓ એક સાથે રામધૂન બોલાવી રામ મંદિર પ્રતિષ્ઠાની અનોખી ઉજવણી કરી હતી.

આ અંગે શાળાના આચાર્ય મિલનભાઇ રાવલે જણાવ્યું હતું કે, ભગવાન શ્રી રામ ઉત્સવ નિમિત્તે અમારી શાળામાં પણ બાળકોએ સતત ત્રણ દિવસ સુધી અલગ-અલગ જગ્યાએ ફરી લાકડાનો વેર એકત્રિત કરી આજે રંગોળી પુરી અયોધ્યા નગરીની આબેહૂબ કલાકૃતિ બનાવી છે. 1200 સ્ક્વેર ફૂટની આકૃતિ બનાવવામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી. ત્યારબાદ આજે આ આકૃતિની મહાઆરતી કરી રામધૂન બોલાવી હતી.