ખંભાત તાલુકાના રંગપુર ગામે ગતરોજ પરાળ ભરેલી આઈશરમાં એકાએક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.જેને કારણે એકાએક વિકરાળ આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી.સ્થાનિકો દ્વારા ખંભાત ફાયર ટીમનો સંપર્ક સાંધી જાણ કરાઈ હતી જેને કારણે ખંભાત ફાયર ટીમના નાજિમભાઈ આગા સહિત ફાયટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂ કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા.જો ક વિકરાળ આગ બેકાબૂ હોઈ પેટલાદ અને ઓ.એન.જી.સીના ફાયર ફાયટરની મદદ લેવાઈ હતી.ત્રણ જેટલા ફાયટર ફાયટર દ્વારા આગને કાબૂમાં કરાઈ હતી.

(સલમાન પઠાણ-ખંભાત)