કેશોદ ગોપી ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને તેમના મિત્રમંડળ ના 200 કરતાં વધુ કાર્યકરોની મદદ થી રવીવારના સર્વ જ્ઞાતી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી 21 જ્ઞાતીના યુગલોએ પ્રભુતાંમાં પગલાં માંડ્યાં હતાં.

દીકરીઓને વિદાઈ આપતાં ગોપી ટ્રસ્ટ મંડળે દાત્તાના સહયોગ થી કિંમતી કરિયાવર દાન કર્યું હતું. નાગલ નેસ મનુઆઇમાં ઉપસ્થિત રહેતાં નવ દંપતિઓને આર્શિવચન આપ્યાં હતાં. ગોપી ગ્રુપ છેલ્લાં ઘણાં વર્ષો થી શહેરમાં કાર્યરત છે જેમના સભ્યો દ્વારા ગૌ સેવા અને માનવ સેવાના જુદા જુદા સેવા કાર્યો કરવામાં આવે છે. ત્યારે પ્રથમ વખત ઐતિહાસિક સર્વ જ્ઞાતી સમુહ લગ્નનું આયોજન કરતાં દાત્તાઓ દ્વારા મોટી આર્થીક મદદ કરવામાં આવી હતી. જેને લઈ દીકરીઓને જરૂરી ઘરવખરી જેવું કિંમતી કરિયાવર ભેટ કરવામાં આવ્યું હતું.

અક્ષયગઢ ખાતે વિશાળ જગ્યા ની વ્યવસ્થા હોય આયોજનબધ્ધ સમિયાણું ઉભું કરાતાં પાર્કીગ સહિતની સુદ્રઢ વ્યવસ્થા શક્ય બની હતી. આ તકે બ્લડ ડોનેશન કેમ્પ યોજાતાં જાનૈયા, માનૈયા, મહેમાનોએ લોહી દાન કરતાં 70 બોટલ જેટલું લોહી એકઠું કરવા મદદ મળી હતી. આ કેમ્પમાં સરદાર વોલેન્ટરી બ્લડ બેંક નો સહયોગ સાંપડ્યો હતો