સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગના કારણે સાયબર ક્રાઈમના કેસો સતત વધી રહ્યા છે. અને સોશિયલ મીડિયા થકી બાળકો સાથે છેતરપિંડી કરવાના બનાવો પણ સામે આવીરહ્યાં છે. ત્યારે આજે હળવદની મહર્ષિ ગુરુકુળ કોલેજના વિધાર્થીઓ માટે સાયબર સુક્યુરિટી અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ પોલીસ સ્ટેશનથી પીઆઈ દીપકભાઈએ વિધાર્થીઓને સાયબર - સિક્યુરિટી અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું,
આજના ડિજીટલ યુગમાં સાયબર ક્રાઈમના કેસો વધી ગયા છે. ત્યારે સોશિયલ મીડિયા જેવા માધ્યમો દ્વારા થતા ક્રાઈમ અટકાવવા માટે અને વિધાર્થીઓને વિવિધ પ્રકારે અવગત કરવા હળવદની મહર્ષિ ગુરુકુળ કોલેજ ખાતે સેમિનારનું આયોજન શું કરવામાં આવ્યું હતું. જેથી સમાજમાં માહિતી મળે અને લોકો - સાથે છેતરપિંડી અટકી શકે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હળવદ પોલીસ સ્ટેશનથી પીઆઈ દીપકભાઈએ વિધાર્થીઓને સાયબર સિક્યુરિટી અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ