ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઇ છે અને મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને ૧૨૫થી વધુ બેઠક મળશે તેવો વરતારો કરવામાં આવી રહ્યો છે. તજજ્ઞોના મતે, એક્ઝિટ પોલ એટલે દરિયા કિનારે બેસીને દરિયાનું ઉંડાણનું અનુમાન કરવાનું કામ. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ૧૦માંથી ૭ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા. ૨૦૧૭માં ભાજપને ૯૯ બેઠક મળી હતી જ્યારે કેટલાક એક્ઝિટ પોલમાં ૧૩૫ બેઠકનું અનુમાન હતું