દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૦૬ વિધાનસભા બેઠક માટે  સવારના ૦૮ વાગ્યાથી મતદાન શરૂં થઈ ગયું હતું. પ્રથમ ૦૧ કલાક એટલે કે, ૦૯ વાગ્યા સુધી જિલ્લામાં કુલ ૪.૩૫ ટકા મતદાન થવા પામ્યું હતું જેમાં ફતેપુરા વિધાનસભામાં ૩.૭૯ ટકા, ઝાલોદમાં ૪.૨૭ ટકા, લીમખેડામાં ૪.૨૦ ટકા, દાહોદમાં ૪.૩૫ ટકા, ગરબાડામાં ૫.૩૩ ટકા અને દેવગઢ બારીઆમાં ૪.૦૦ ટકા મતદાન થવા પામ્યું હતું જ્યારે ૦૯ થી ૧૧ વાગ્યા સુધી કુલ ૧૬.૯૧ ટકા મતદાન થવા પામ્યું હતું જેમાં ફતેપુરામાં ૧૩.૧૮ ટકા, ઝાલોદમાં ૧૯.૦૬ ટકા, લીમખેડામાં ૧૭.૪૫ ટકા, દાહોદમાં ૧૭.૨૩ ટકા, ગરબાડામાં ૧૭.૯૩ ટકા અને દેવગઢ બારીઆમાં ૧૬.૪૧ ટકા મતદાન થયું હતું. વહેલી સવારની ઠંડીને પગલે મતદાનની ગતિ ધીમી જાેવા મળી હતી પરંતુ બાદમાં ૦૯ વાગ્યા બાદ મતદારોનો ઘસારો જાેવા મળ્યો હતો. દાહોદ જિલ્લામાં સવારના ૦૮ થી ૦૧ના સમયગાળા દરમ્યાન જિલ્લામાં કુલ ૩૪.૪૪ ટકા મતદાન થવા પામ્યું હતું જેમાં ફતેપુરા વિધાનસભામાં ૩૪.૬૧ ટકા, ઝાલોદમાં ૩૪.૬૯ ટકા, લીમખેડામાં ૪૦.૪૮ ટકા, દાહોદમાં ૩૧.૨૬ ટકા, ગરબાડામાં ૩૨.૬૯ ટકા અને દેવગઢ બારીઆમાં ૩૪.૧૯ ટકા મતદાન થવા પામ્યું હતું. બપોરના ૦૩ વાગ્યા સુધી દાહોદ જિલ્લામાં કુલ ૪૬.૧૭ ટકા મતદાન થયું હતું જેમાં ફતેપુરા વિધાનસભામાં ૪૭.૦૦ ટકા, ઝાલોદમાં ૪૬.૬૭ ટકા, લીમખેડામાં ૫૧.૭૨ ટકા, દાહોદમાં ૪૩.૭૭ ટકા, ગરબાડામાં ૪૩.૫૦ ટકા અને દેવગઢ બારીઆમાં ૪૫.૬૩ ટકા મતદાન થયું હતું. દાહોદ જિલ્લામાં મતદાન મથકે બપોર બાદ મતદારોનો ઘસારો જાેવા મળ્યો હતાં. લાંબી લાઈનો મહિલા તથા પુરૂષ મતદારો ઉત્સાહભેર મતદાન કરતાં જાેવા મળ્યાં હતાં.