ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં રાજ્યમાં ફરી બીજેપી સરકાર રચશે તેવા તારણો બતાવે છે. જોકે સવાલ એ છે કે શું આ ચૂંટણી પરિણામ PM મોદીની ઈચ્છા પુરી કરશે.? કારણકે મોદીએ તેમની દરેક રેલીમાં કહ્યું હતું કે ગુજરાત આ વખતે જીતનો નવો રેકોર્ડ બનાવશે.! પરંતુ જે પ્રમાણે એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા છે તે મુજબ ભાજપ સરકાર બનાવશે.!  પણ બેઠકની સંખ્યાનો નવો રેકોર્ડ નહીં બનાવી શકે.? બીજેપી 7 મી વખત ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા પ્રયાસ કરી રહ્યું છે. જોકે જીત - હારનો નિર્ણય 8 ડિસેમ્બરે થશે.  ગુજરાતમાં 149 સીટ જીતવાનો રેકોર્ડ 1985 માં કોંગ્રેસના નામે નોંધાયેલો છે . જો આ ચૂંટણીમાં ભાજપ 149 થી વધુ સીટ જીતે તો ભાજપ આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે . આ અગાઉ 2002 માં નરેન્દ્ર મોદીએ 127 બેઠક જીતી હતી. આ વખતે ભૂપેન્દ્ર પટેલ પાસે 2 મોટા રેકોર્ડ તોડવાની તક છે. શું ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ તોડશે રેકોર્ડ.? કારણ કે અગાઉ એક્ઝિટ પોલના આંકડા અનેક વખત ખોટા પણ પડ્યા છે. પરંતુ હકીયત તો આવનારો સમયજ બતાવસે.