અમરેલીમાં વૃદ્ધ પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી પાછા ફર્યા ત્યારે બન્યો બનાવ 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગર્દીનો લાભ લઇ ચોરે રૂ.૫૦/-હજાર ત્રિકમદાસભાઈ કાનાબાર ના ખીચામાંથી ગટકાવી લીધા 

અમરેલીમા કાપડ બજારમા રહેતા એક વૃધ્ધ પોસ્ટ ઓફિસમાથી પૈસા ઉપાડી પરત દુકાન આવી રહ્યાં હતા ત્યારે કોઇ તસ્કર તેમના ખીસ્સામાથી ૫૦ હજારની મતાની ચોરી કરી લઇ જતા

આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ થવા પામી છે.

આ ઘટના ની હકીકત એવા પ્રકારની છે કૅ

પ્રકાશભાઇ ત્રીકમદાસ કાનાબારે અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરીયાદ મુજબ

૬-તારીખ ના રોજ તેના પિતા ત્રીકમદાસ મગનલાલ કાનાબાર અમરેલી પોસ્ટ ઓફિસમા ગયા હતા. તેઓએ ફિક્સ ડિપોઝીટ ના રૂપિયા ૧,૦૫,૬૪૦/- ઉપાડયા હતા. અને ખીસ્સામા નાખ્યા હતા.

તેઓ પોસ્ટ ઓફિસથી દુકાને આવ્યા ત્યારે રસ્તામા કોઇ અજાણ્યા ચોર ઈસમે નજર ચુકવી ખીસ્સામાથી રૂપિયા ૫૦ હજારની મતાની ચોરી કરી લઇ ગયો હતો.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.