દાહોદના કલાકારો દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આયોજીત નિર્ભયા બ્રિગેડ ઓરીએનટેશન પ્રોગ્રામ માં પૉક્સો કાયદા પર નાટીકા પ્રસ્તુત કરી.
રિપોર્ટ -રાજ કાપડિયા
9879106469--દાહોદ
પ્રાપ્ત વિગત અનુસાર ગત ૨૬ સપ્ટેમ્બર 2022 થી 26/11/2022 સુધી સમગ્ર રાજ્યમાં પોકસો કાયદા ની જનજાગૃતિ માટે ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓમાં સદર કાયદા વિશે જનજાગૃતિ આવે તેવા શુદ્ધ આશય થી નામ હાઇકોર્ટ એ વિવિધ કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના માધ્યમથી પૂર્ણ કરાવેલ. જેની પૂર્ણાહુતિ તા. 26 11 2022 સંવિધાન દિવસનાં રોજ ગુજરાત હાઇકોર્ટના નામ.જસ્ટિસ અરવિંદ કુમાર , ચીફ જસ્ટીસ ગુજરાત હાઇકોર્ટની અઘ્યક્ષતામાં અને નામ. જસ્ટીસ સોનીયા ગોકાણી, જજ ગુજરાત હાઈ કોર્ટ ની ઉપસ્થિતિ માં હાઇકોર્ટ ઓડીટોરિયમ ખાતે કરવામાં આવેલ જેમાં રાજ્યના તમામ જિલ્લાના સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષક તેમજ વાલી ગણ ઉપસ્થિત રહેલ. દાહોદ અસ્મિતા ગ્રુપ ના કલાકારોએ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદ ના ચેરમેન શ્રી કમલ એમ. સોજીત્રા તેમજ ફુલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ શ્રી એ આર ઘોરી ના સહયોગથી પોકસો કાયદાને સમજાવતો અને વાલીઓની જવાબદારીને દર્શાવતો નાટક ” નિર્ભયા” રજૂ કરેલ જેનાંથી સમગ્ર રાજ્યની શાળા માંથી આવતા નિર્ભયા બ્રિગેડનાં બાળકો અને વાલીઓ ખુબજ પ્રભાવિત થયાં હતાં સદર નાટકનું લેખન તેમજ દિગ્દર્શન જિલ્લા બાળ સુરક્ષા એકમ નાં લીગલ કમ પ્રોબેશન ઓફીસર શ્રી એ.જી. કુરેશી દ્વારા કરવામાં આવેલ.