પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી આવનારી/જનારી કેટલીક ટ્રેનોના વડોદરા સ્ટેશનથી પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવામાં
આવી રહ્યો છે, આ પરિવર્તન ડિઝલ લોકો થી ઈલેક્ટ્રિક લોકો લગાવવા તેમજ વડોદરા સ્ટેશન ઉપર ટ્રેનોનું દબાણ ઓછું કરવા માટે કરવામાં આવી રહ્યું છે,આ ટ્રેનોની વિગતો આ પ્રકારે છે,
1. ટ્રેન નંબર 22907 મડગાંવ-હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસનો તારીખ 02 ડિસેમ્બર 2022 થી વડોદરા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 01.43/01.53 કલાક ને બદલે 01.43/01.46 કલાકનો રહેશે.
2. ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ સુપરફાસ્ટ એક્સપ્રેસનો તારીખ 07 ડિસેમ્બર 2022 થી વડોદરા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 04.58/05.08 કલાક ને બદલે 04.58/05.03 કલાકનો રહેશે.
3. ટ્રેન નંબર 20924 ગાંધીધામ-તિરૂનેલવેલી એક્સપ્રેસનો તારીખ 05 ડિસેમ્બર 2022 થી વડોદરા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 10.50/11.00 કલાક ને બદલે 10.50/ 10.55 કલાકનો રહેશે.
4. ટ્રેન નંબર 20923 તિરૂનેલવેલી-ગાંધીધામ એક્સપ્રેસનો તારીખ 01 ડિસેમ્બર 2022 થી વડોદરા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 19.56/20.06 કલાક ને બદલે 19.56/ 20.01 કલાકનો રહેશે.
યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરી પોતાની યાત્રા દરમિયાન ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખે.