મહેસાણા શહેરમાં આવેલા ગાંધીનગર લિંક રોડ પર રાત્રી દરમિયાન જય અંબે ફાસ્ટ ફૂડ ની દુકાન કારીગર બંધ કરી રહ્યો હતો એ દરમિયાન જમવા મામલે ગ્રાહક બનીને આવેલા બે અસામાજિક તત્વોએ ફાસ્ટ ફૂડના કારીગર અને તેના માલિક પર છરીઓ મારી હુમલો કરતા બે ને ઇજાઓ પહોંચી હતી ત્યારે છરીઓ મારી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

મહેસાણા શહેરમા ગાંધીનગર લિંક રોડ પર આવેલ પાટીદાર પ્લાઝમા જય અંબે ફાસ્ટ ફૂડ નામની દુકાનમાં 5 તારીખે રાત્રે 11 કલાકે દુકાન માલિક અને કારીગર દુકાન બંધ કરી રહ્યા હતા.એ દરમિયાન બે ઇસમો દુકાન પર આવી જમવા માટે ઓર્ડર કરતા હતા જોકે દુકાન બંધ કરી છે એમ કહેતા દુકાન માલિક સાથે બે ઈસમો એ ઝપાઝપી કરી હતી બાદમાં મામલો ઉગ્ર બનતા બે ઈસમોએ પોતાની પાસે રહેલી છરીઓ દુકાન દાર અને તેના કારીગરને મરતા બને ઘાયલ થઈ ગયા હતા.

ઘટનાની જાણ આસપાસ ના લોકોને થતા લોકો દોડી આવતા હુમલો કરનાર હરેશ અને અન્ય એક ઈસમ ત્યાંથી ભાગી ગયા હતા ત્યાં ઘાયલ થયેલા બે વ્યક્તિને સારવાર માટે મહેસાણા સિવિલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે મહેસાણા એ ડિવિઝન માં 2 સામે ફરિયાદ નોંધાઈ છે.